અનુષ્કાએ ચકદા એક્સપ્રેસની ટીમ માટે રાખી હતી સરપ્રાઈઝ દિવાળી પાર્ટી
મુંબઈ, અનુષ્કા શર્માએ હાલમાં જ આગામી ફિલ્મ ચકદા એક્સપ્રેસનું શૂટિંગ કોલકાતામાં પૂરું કર્યું છે. અનુષ્કા શર્મા બે અઠવાડિયા સુધી કોલકાતામાં રહી હતી અને શહેરના વિવિધ વિસ્તારોમાં શૂટિંગ કર્યું હતું. અનુષ્કા શર્માની શૂટિંગની કેટલીય તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.
કોલકાતામાં શૂટિંગ કરી રહેલી આખી ટીમ અનુષ્કા શર્માના વિનમ્ર સ્વભાવથી પ્રભાવિત થઈ હતી. રસપ્રદ વાત તો એ છે કે, અનુષ્કા શર્માએ ફિલ્મની ટીમના બધા જ સભ્યોની દિવાળી ખાસ ગિફ્ટ મોકલીને યાદગાર બનાવી હતી.
અનુષ્કા શર્માએ ટીમના બધા જ સભ્યોને તેણે સાઈન કરેલી નોટ અને ગિફ્ટ હેમ્પર મોકલ્યું હતું. કોલકાતા પોલીસમાં રહેલા કર્મચારીઓથી માંડીને મેદાન અને હાવડા જેવા કોલકાતાના વિસ્તારોમાં રહેતા શૂટિંગ સાથે સંકળાયેલા લોકોને ગિફ્ટ મોકલીને અનુષ્કાએ તેમનો આભાર માન્યો હતો.
એટલું જ નહીં અનુષ્કા શર્માએ ફિલ્મના કોર યુનિટ માટે એક હોટેલમાં દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટીમાં આવેલ દરેક મહેમાન ખાઈપીને આનંદ કરે તે વાત એક્ટ્રેસે સુનિશ્ચિત કરી હતી. જાેકે, દીકરી વામિકા પણ પાર્ટીમાં હાજર હતી ત્યારે અનુષ્કાએ સૌને વિનંતી કરી હતી કે તેઓ ફોટો ના પાડે.
અનુષ્કા શર્માએ કોલકાતાથી નીકળતા પહેલા ત્યાં વિતાવેલા સમયની ઝલક દેખાડતી કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તતેની દીકરીની ઝલક પણ જાેવા મળે છે. આ સિવાય અનુષ્કાએ ત્યાં આરોગેલી વાનગીઓ બતાવી હતી. અનુષ્કાએ તસવીરો શેર કરતાં લખ્યું હતું, “ખાવ, પ્રાર્થના કરો અને પ્રેમ કરો. મારો કોલાકાતાનો ફોટો ડમ્પ.” સાથે જ તેણે ત્યાં ખાધેલી વાનગીઓના નામ લખ્યા હતા.
ચકદા એક્સપ્રેસની વાત કરીએ તો, આ ફિલ્મ પ્રસિત રોયે ડાયરેક્ટ કરી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં કેપ્ટન ઝુલણ ગોસ્વામીના જીવન પર ફિલ્મ આધારિત છે. ફિલ્મમાં અનુષ્કાએ ઝુલણ ગોસ્વામીનું પાત્ર ભજવ્યું છે.
આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે જૂન મહિનામાં શરૂ થયું હતું. ત્યારથી જ એક્ટ્રેસ ફિલ્મના શૂટિંગની તેમજ તેની રોલ માટેની તૈયારીઓની ઝલક બતાવી રહી છે. અનુષ્કા શર્માની મહેનત જાેઈને પતિ વિરાટ કોહલી પણ પ્રભાવિત થયો હતો. આ ફિલ્મ ૨૦૨૩માં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે.SS1MS