નરોડામાં ST બસ વૃદ્ધા પર ચડી ગઈઃ તિલક બાગ નજીક AMTS બસની ટક્કરે વૃદ્ધાનું મોત
અમદાવાદ : માતેલા સાંઢની જેમ રસ્તાઓ ઉપર ફરતી એસટી તથા સીટી બસે ગત રોજ વધુ બે અકસ્માતો સર્જયા છે નરોડામાં એસટી બસે વૃદ્ધાને અડફેટે લઈ તેના પગ કચડી નાખ્યા હતા જ્યારે તિલકબાગ નજીક પુર પાર ઝડપે આવેલી એએમટીએસ બસે વૃદ્ધાને ટ્કકર મારતા ગંભીર ઈજાઓની પગલે તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયુ છે. શહેરનાં નાગરીકો માટે સુવિધા કરતા વધુ ત્રાસદાયક બની ગયેલી સરકારી બસો રોજ રોજ અકસ્માતો સર્જી રહી છે.
જેમા કેટલાક વખત નાગરીકોનુ મૃત્યુ થાય છે તો ક્યારેક જીવનભર માટે ખાટલાં પણ રહી જાય છે નરોડા રોડ અરવિંદ મિલ સામે રહેતા નરેન્દ્ર પટેલના માતા મગળવારે સવારે ઘરેથી નકીળી નજીકમાં મંદીર દર્શન કરવા ગયા હતા ત્યાંથી પરત ફરતા ચામુડાબ્રીજ નીચે એસટી બળના ચાલકે ટ્કકર મારતા તે ફસડાઈ પડ્યા હતા અને તેમા પગ એસટી બસના પૈડા નીચે આવી ગયા હતા ઘટના બાદ ચાલક બસ લઈ ફરાર થઈ ગયો હતો જ્યારે રાહદારીઓ હસાબેનને હોસ્પીટલમાં ખાતે પહોચાડ્યા હતા.
જ્યારે શાતિલાલ ચદન મલજી સોની ૫૬ રહે સાબરકાઠા સોમવારે રાત્રે દસ વાગ્યાની આસપાસ તિલકબાગ નજીક બીઆરટીએસનાં કોટીડોર પાસેથી પસાર થઈ રહ્યા હતા એ વખતે પાછળથી આવેલી એએમટીએસ બસે તેમને જારદાર ટક્કર મારતા શાતિલાલ હવામા ફગોળાઈ પટકતા તેમને માથા સહીતના અંગોમા ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ તેનુ મૃત્યુ થયુ હતુ જ્યારે ડ્રાઈવર બસ લઈને ભાગી ગયો હતો બંને બનાવની તપાસ ટ્રાફીક પોલીસ ચાલવી રહી છે.