મહુધામાંથી વિદેશી દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો
(પ્રતિનિધિ)નડિયાદ, પોલીસ અધિક્ષક ખેડા-નડીયાદ નાઓએ ખેડા જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સા અસરકારક પેટ્રોલીંગ કરી જીલ્લામાં દેશી-વિદેશી દારૂની અસામાજીક પ્રવૃત્તિને નેસ્તનાબુદ કરવા સુચનાની અમલવારીના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી.પરમાર એલ.સી.બી.ખેડા-નડીયાદ નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ મહુધા પો.સ્ટે હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેઙકો. વિનોદકુમાર તથા પો.કો. કેતનકુમાર નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે મોજે મહુધા પો.સ્ટે હદના બગડુ ગામ, ઉમેદપુરા વિસ્તારમાં રહેતા નરેશકુમાર પ્રતાપસિંહ દરબાર નાઓ પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખી વેચાણ કરતા હોય જેઓને ભારતીય બનાવટની પરપ્રાંતની અલગ અલગ માર્કોની દારૂની નાની મોટી બોટલો કુલ્લે નંગ- ૪૮૩ તથા બીયર ના ટીન નંગ- ૭૨ મળી કુલ્લે કી.રૂ.૬૮,૭૦૦/- પ્રોહી મુદ્દામાલ તથા સદર ઇસમની અંગજડતી માંથી મળી આવેલ એક મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ્લે રૂપીયા ૭૩,૭૦૦/-ના પ્રોહી મુદ્દામાલ સાથે મળી આવી તેઓના વિરુદ્ધમાં મહુધા પો.સ્ટે. પ્રોહિ. ધારા હેઠળ પો.કો.કેતનકુમાર નાઓએ ફરીયાદ આપતા ગુનો રજી. કરવામાં આવેલ છે.
ભારતીય બનાવટની પરપ્રાંતની અલગ અલગ માર્કાની દારૂની નાની મોટી બોટલો કુલ્લે નંગ- ૪૮૩ તથા બીયર ના ટીન નંગ- ૭૨ મળી કુલ્લે કી.રૂ.૬૮,૭૦૦/- પ્રોહી મુદ્દામાલ તથા સદર ઇસમની અંગજડતી માંથી મળી આવેલ એક મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦૦/- મળી કુલ્લે રૂપીયા ૭૩,૭૦૦/.