ઈડર બેતાલિસ લિમ્બચીયા સમાજ કેળવણી મંડળનું સ્નેહ સંમેલન યોજાયું
(પ્રતિનિધિ) નેત્રામલી , ઈડર બેતાલિસ લિમ્બચીયા સમાજ કેળવણી મંડળનું ૧૫ મું સ્નેહ સંમેલન તથા તેજસ્વી વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ તેમજ વડીલ વંદના કાર્યક્રમ ઉમેદગઢ ખાતે યોજાઈ ગયો.જેમાં સમારંભ અધ્યક્ષ તરીકે ડૉ.વિકાસ લિમ્બચીયા ,મુખ્ય મહેમાન પ્રકાશભાઈ સુથાર (મ.શિ,વેડા પ્રા.શાળા,તા-વડાલી),અતિથિ વિશેષ તરીકે પ્રવિણચંદ્વ પારેખ (નિવૃત્ત મામલતદારશ્રી) ,રોનક શર્મા (મોટીવેશનલ ટ્રેનર) સમાજના પ્રમુખશ્રી વિષ્ણુભાઈ લિમ્બચીયા,કેળવણી મંડળના પ્રમુખ અલ્પેશભાઈ નાયી તથા સમાજના ભાઈઓ-બહેનો તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ પ્રસંગે ભોજનદાતા તરીકે સ્વ. દેવાભાઈ ત્રિકમભાઈ નાયીના હસ્તે મહેશભાઈ નાયી- દેશોત્તર તથા ઈનામદાતા તરીકે સ્વ.હસમુખલાલ પારેખ હસ્તે હર્ષિલભાઈ તથા મયુરભાઈ પારેખ પરિવાર- દેશોત્તર તેમજ વડીલ વંદનાના દાતા સ્વ.શાંતાબેન ચુનીલાલ વૈધ હસ્તે ગોકુલ પરિવાર- અરોડાનો કેળવણી મંડળે આભાર માન્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા કેળવણી મંડળના મંત્રી આશિષભાઈ નાયી,ખજાનચી દર્શનભાઈ નાયી,કેળવણી મંડળના સભ્યો તથા ઉમેદગઢના ભાઈઓએ ભારે જહેમત ઉઠાવી હતી.