પશ્ચિમ રેલવે દ્વારા તા.૩ નવે.થી વલસાડ-વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસની શરુઆત
અમદાવાદ, પશ્ચિમ રેલવે દ્વારા નવી વલસાડ-વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ (દૈનિક)ની ઉદઘાટન સેવા ૦૩ નવેમ્બર, ૨૦૨૨થી થશે, જ્યારે આ ટ્રેનની નિયમિત સેવા ૦૪ નવેમ્બર, ૨૦૨૨થી શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ સૂચના આપવામાં આવી હતી કે આ ટ્રેનની ઉદ્ઘાટન સેવા ૦૨ નવેમ્બર, ૨૦૨૨થી શરૂ થશે અને નિયમિત સેવા ૩જી નવેમ્બર, ૨૦૨૨થી શરૂ થશે. આ ટ્રેનની બાકીની વિગતો યથાવત રહેશે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, ઉપરોક્ત ટ્રેન સેવાઓની સુધારેલી તારીખો સાથેની વિગતો નીચે મુજબ છેઃ ટ્રેન નંબર ૦૯૦૧૫/૦૯૦૧૬ વલસાડ-વડનગર-વલસાડ સુપરફાસ્ટ સ્પેશિયલઃ ટ્રેન નંબર ૦૯૦૧૫ વલસાડ – વડનગર સુપરફાસ્ટ સ્પેશિયલ વલસાડથી ૦૯.૧૫ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૧૬ઃ૪૫ કલાકે વડનગર પહોંચશે. તેવી જ રીતે, પરત દિશામાં, ટ્રેન નંબર ૦૯૦૧૬ વડનગર-વલસાડ સુપરફાસ્ટ સ્પેશિયલ વડનગરથી ૧૭.૨૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૦૦.૫૫ કલાકે વલસાડ પહોંચશે. ઉપરોક્ત ટ્રેનો ૩ નવેમ્બર, ૨૦૨૨ના રોજ ઉદ્ઘાટન સેવા તરીકે દોડશે.
ટ્રેન નંબર ૧૯૦૦૯/૧૯૦૧૦ વલસાડ-વડનગર-વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસઃ ટ્રેન નંબર ૧૯૦૦૯ વલસાડ – વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વલસાડથી દરરોજ ૦૫.૪૫ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૧૨.૪૫ કલાકે વડનગર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૧૯૦૧૦ વડનગર – વલસાડ ઇન્ટરસિટી એક્સપ્રેસ વડનગરથી દરરોજ ૧૬.૪૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૦૦.૩૫ કલાકે વલસાડ પહોંચશે. ઉપરોક્ત ટ્રેનો ૪ નવેમ્બર, ૨૦૨૨ થી નિયમિત સેવા તરીકે ચાલશે.
આ ટ્રેન બંને દિશામાં નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર કેપિટલ અને મહેસાણા સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર, ચેર કાર અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. ઉદ્ઘાટન ટ્રેન નંબર ૦૯૦૧૫/૦૯૦૧૬ માટે બુકિંગ ૨ નવેમ્બર, ૨૦૨૨થી અને નિયમિત ટ્રેન નંબર ૧૯૦૦૯/૧૯૦૧૦ ૩ નવેમ્બર, ૨૦૨૨થી તમામ પીઆરએસ કાઉન્ટર્સ અને આઈઆરસીટીસી ની વેબસાઇટ પર શરૂ થશે. હોલ્ટ્સ અને કમ્પોઝિશનના સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.