ભાજપ કાર્યકર્તાઓ દ્વારા મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
(પ્રતિનિધિ)ઉમરગામ, મોરબીના મચ્છુ નદી પર આવેલો ઝૂલતા પુલ પર ૩૦ ઓકટોબર ના રોજ પુલ દુર્ઘટનામાં ભોગ બનેલા મૃતકોની આત્માને શાંતિ માટે ઉમરગામ તાલુકાના ધોડીપાડા સાંસ્કૃતિક હોલ ખાતે બુધવારે સવારે ૧૦ઃ ૩૦ કલાકે ધારાસભ્ય રમણભાઈ પાટકર ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રાર્થના સભાનું આયોજન ક૨વામાં આવ્યું હતું.
જેમાં તાલુકાના તમામ સરપંચો તાલુકા પંચાયત સભ્યો જિલ્લા પંચાયત સભ્યો તાલુકા ભાજપ સંગઠનના હોદેદારો ઉમરગામ શહેર ભાજપ કોર્પોરેટરો અને તાલુકાના નાગરિકો , વડીલો શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા. પુલ દુર્ઘટના ના તમામ મૃતકો ને શાંતિ મળે તે માટે તમામે ૨ મિનિટ નો મૌન પાળી મૃતકો ની આત્મા ને મુક્તિ મળે તે માટે પ્રાર્થના કરી હતી કાર્યક્રમમાં શોક સંદેશ પાઠવતા ધારાસભ્ય રમણ ભાઈ પાટકર અને જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહે દુઃખ ની ઘડી માં પ્રભુ દુઃખ સંતપ્ત પરિવારજનો ને શક્તિ આપે એવી પ્રાર્થના કરી હતી સાથે મૃતકો ની આત્મા ને શાંતિ મળે તે માટે પુષ્પાંજલિ અર્પણ કરી હતી