Western Times News

Gujarati News

આગામી બે દિવસમાં ઠંડીનો પારો ૨ ડિગ્રી સુધી ગગડશે

File

અમદાવાદ, રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનની દિશા બદલાઇ છે. જેની અસરોથી રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો અનુભવાઇ રહ્યો છે. ગઇકાલ એટલે મંગળવારની રાતથી ઠંડીનો ચમકારો વધ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી બે દિવસ દરમિયાન તાપમાનમાં ઘટાડો થતાં ક્રમશ ઠંડી વધશે.

આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનાં જણાવ્યા પ્રમાણે, ૫ થી ૮ નવેમ્બર સુધીમાં તાપમાનમાં ઘટાડો થશે અને હવામાનમાં પલટો આવશે. હવામાનની આગાહી પ્રમાણે, રાજ્યમાં આગામી બે દિવસમાં ઠંડીનો પારો ૨ ડિગ્રી સુધી ગગડશે. જઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી કાશ્મીર ઉપરાંત હિમાલયના બર્ફીલા પવનનું જાેર વધવાની શક્યતા છે.

મંગળવારે સવારથી શરૂ થયેલાં ઠંડા પવનોને કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ૦.૪ ડિગ્રી ઘટીને ૩૪.૭ તેમજ લઘુતમ તાપમાન ૧.૭ ડિગ્રી ગગડીને ૧૭.૨ ડિગ્રી થયું હતુ. આ ઉપરાંત ગાંધીનગરમાં ૧૪.૩ ડિગ્રી, નલિયામાં ૧૬.૩ ડિગ્રી, વડોદરા અને કંડલામાં ૧૭.૫ ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયુ હતુ. લગભગ નવેમ્બરના પહેલા સપ્તાહથી જ બીજા સપ્તાહ વચ્ચે ૫ નવેમ્બરથી ૮ નવેમ્બર સુધી ઠંડીની શક્યતા રહેશે. મહતમ અને લઘુતમ તાપમાન ઘટશે.

રાજસ્થાનના ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેશે. ઉતરીયા પર્વતીય ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. આ સાથે તેમણે જણાવ્યુ હતુ કે, પૂર્વ ભારતમાં ભારે વરસાદની શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ સર્જાશે ૧૮ અને ૧૯ નવેમ્બરના ચક્રવાતની સંભાવના સંખ્યામાં વધારો થશે. આ ચક્રવાતો દક્ષિણ પૂર્વીય ભાગો મારફાડ રહેશે.

ચક્રવાતોની અસર દક્ષિણ ભારતમાં થશે અરબી સમુદ્રમાં પણ અસર થશે. જેના લીધે ડિસેમ્બરની શરૂઆતમાં હવામાનમાં પરિવર્તન આવશે. ડિસેમ્બરની શરૂઆતમાં ધુમમ્સનું પ્રમાણ પણ વધુ રહેશે. રાજ્યના રાજ્યમાં સામાન્ય હતું જાેવા મળશે ઠંડી ડિસેમ્બરની શરૂઆતમાં પડશે ૨૨ ડિસેમ્બર બાદ ઠંડીનું ચોર વચ્ચે અને ગાત્રોતથી ઠંડી પડશે અને ઠંડી લંબાઈ પણ શકે છે આ વખતે નું પ્રમાણ પણ વધુ રહેશે. ડિસેમ્બર બાદ માવઠાનું પ્રમાણ વધુ રહેશે. વારંવાર વેસ્ટન ડીસ્ટર્બન્સને કારણે રાજ્યના ભાગોમાં માવઠા જેવો માહોલ રહેશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.