પોલીસ તંત્ર દિવસે પણ સક્રીયઃ બે જુગારધામ પર દરોડા પાડી ૨૦ ની અટક
અમદાવાદ : શાહીબાગ તથા અન્ય વિસ્તારોમાં જુગાર ધામો ઉપર દરોડા પાડી ત્રીસથી વધુ જુગારીઓની અટક કરીને લાખો રૂપિયાનો મુદ્દામાલ અંકે કર્યાને હજુ ગણતરીના કલાકો જ ત્યા માધવપુરા તથા કારંજ પોલીસે પણ વધુ બે જુગાર ધામ ઉપર કડક કાર્યવાહી કરીને વીસ શખ્શોને જેલનાં સળીયા ગણતા કર્યા છે અને મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત કર્યો છે.
માધવપુરા વિસ્તારમાં દેવજીપુરા ખાતે બાબુભાઈ રંગાટીની ચાલી ખાતે એક મકાનમાં જુગારધામ ચાલી રહ્યાની બાતમીને આધારે ગુના નિવારણા શાખાની ટીમે ગત રોજ વહેલી સવારે દરોડો પાડયો હતો અને દસ આરોપીઓની અટક કરી હતી જેમાં જુગારધામ ચલાવનાર સુલેમાન મીયાણા બાબુ રંગાટીની ચાલી અને રાજેન્દ્ર ગંગારામ સયદેવ (ગંગારામ ફલેટ સાબરમતી રેલ્વે સ્ટેશન સામે) પણ સામેલ છે પોલીસે ઘટના સ્થળે થી છ મોબાઈલ ફોન ગંજી પાના પ્લાસ્ટીકના કોઈન ઉપરાત રોકડ સહીત પચાસ હજારની વધુની મતા જપ્ત કરી છે.
જ્યારે કારંજ પોલીસની સ્ટાફની ટીમ પણ જુગારીઓ પર ત્રાટકી હતી અને નહેરુબ્રીજના છેડા ચાદ સાહેબ બાવાની દરગાહની ગલીમાં જુગાર રમતા દસ ઈસમોની અટક કરી છે
ઈસમો રાતના અંધારામાં જાહેરમાં બેસીને જુગાર રમતા હતા એ જ વખતે પોલીસની ટીમ ત્રાટકતા હો હા મચી હતી તમામે ભાગવાનો પ્રાપ્ત કર્યો હતો જા કે ત્વરીત કાર્યવાહી કરતા તમામ જુગારીઓ ઝડપી લઈને તેમના વિરુદ્ધ કાયદેસર પગલા લેવામા આવ્યા છે આ સ્થળેથી પોલીસે આશરે છેતાલીસ હજારનો મુદ્દામાલ ઝડપાયો છે.
અમદાવાદ શહેરમાંથી દારૂ જુગારની બદીને ડામી દેવા માટે પોલીસતંત્ર એલર્ટ છે અને બાતમીદારોને પણ સક્રિય કરવામાં આવ્યા છે જેના પરિણામે પોલીસતંત્રને દારૂ જુગારના અડ્ડાઓની માહિતી મળવા લાગી છે ગઈકાલે એસ્ટેટમાં જુગાર રમતા વહેપારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા પોલીસની સક્રિયતાના પગલે હવે રહેણાંક વિસ્તારમાં જુગારના અડ્ડા ધમધમવા લાગ્યા છે
કેટલાક લોકોએ અમદાવાદ શહેરના છેવાડાના વિસ્તારોમાં અડ્ડા શરૂ કરી દીધા છે જેના પર પોલીસતંત્રની બાજ નજર રહેલી છે. અમદાવાદ શહેર ઉપરાંત જિલ્લા પોલીસ શહેરના છેવાડાના વિસ્તારોમાં સતત ચેકિંગ કરી રહી છે ખાસ કરીને ફાર્મ હાઉસો અને હોટલોમાં વિશેષ નજર રાખવામાં આવી રહી છે.