ત્રણ વર્ષ બાદ સ્વદેશ આવતાં જ પ્રિયંકાએ ખાધી દાબેલી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/11/Priaynka.webp)
મુંબઈ, આશરે ત્રણ વર્ષ બાદ પ્રિયંકા ચોપરા સ્વદેશ પરત આવી છે. ‘દેસી ગર્લ’ માટે આ વખતની ટ્રિપ એટલા માટે પણ ખાસ છે કારણ કે, દીકરી માલતી મેરી તેની સાથે છે.
મંગળવારે વહેલી સવારે એક્ટ્રેસ મુંબઈ એરપોર્ટ પર આવી ત્યારે તેની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. તે પોતાની હેરકેર બ્રાન્ડને પ્રમોટ કરવા માટે અહીં આવી છે અને ઘરે જતાં પહેલા હાલ તે હોટેલમાં રોકાઈ છે. ઘણા વર્ષ પછી તે મુંબઈ આવી હોવાથી આ સમયને ભરપૂર એન્જાેય કરી રહી છે.
રૂમમાં જઈને સૌથી પહેલા તેણે કરણ જાેહરનો ચેટ શો ‘કોફી વિથ કરણ’ જાેયો હતો અને ત્યારબાદ ફેમસ સ્ટ્રીટ ફૂડની મજા માણી હતી. પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રમ સ્ટોરીમાં એક તસવીર શેર કરી છે, જેમાં તે બાથરોબમાં જાેવા મળી રહી છે. તેના હાથમાં કચ્છનું જગપ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ દાબેલી છે.
જેને તે ખૂબ એન્જાેય કરી રહી હોય તેમ ચહેરા પરથી લાગી રહ્યું છે. આ સાથે તેણે લખ્યું છે ‘ફૂડકોમા માટે આભાર મમ્મા સોની #FoodLove #Dabeli #Streªfood. આ સાથે તેણે દાબેલી મોકલનાર વ્યક્તિને પણ ટેગ કરી છે. એક દિવસ પહેલા પ્રિયંકા ચોપરાએ હોટેલ રૂમમાંથી પોતાની કેટલીક તસવીરો શેર કરી હતી.
જેમાં તે બ્લેક કલરના ગાઉન અને હાઈ પોનીમાં જાેવા મળી, તેના હાથમાં ચા જેવું કંઈક પીણું હતું. આ સાથે તેણે લખ્યું હતું ‘ઘર…આગામી કેટલાક દિવસો કેવા જશે તેની રાહ જાેઈ રહ્યું છે’. તેના પર કોમેન્ટ કરતાં દિયા મિર્ઝાએ લખ્યું હતું ‘ધાર કે આ હોટેલ આપણા બે માટે અઠવાડિયાઓ માટે ઘર હતું. વેલકમ બેક’.
આ સિવાય પ્રીતિ ઝિન્ટા, બિપાશા બાસુ તેમજ સોનાલી બેન્દ્રે સહિતના ઈન્ડસ્ટ્રીના સેલેબ્સે પણ તેનું સ્વાગત કર્યું હતું. પિંકવિલાના રિપોર્ટ્સ પ્રમાણે, ભારત પ્રવાસ દરમિયાન પ્રિયંકા ચોપરા ભવિષ્યના બોલિવુડ પ્રોજેક્ટનો ચાર્ટ બનાવશે. તે વિશાલ ભારદ્વાજ અને સંજય લીલા ભણસાલી જેવા ડિરેક્ટર્સ સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે.
ડિરેક્ટર્સે પહેલાથી જ એક્ટ્રેસ સાથે કેટલાક આઈડિયા શેર કરી દીધા છે અને મીટિગ દરમિયાન આ મુદ્દે વધારે વાતચીત કરશે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, પ્રિયંકા ચોપરા ‘સિટાડેલ’થી ઓટીટી વેબ સીરિઝમાં ડેબ્યૂ કરશે. આ સિવાય તે બોલિવુડમાં પણ ઘણા વર્ષ બાદ કમબેક કરવાની છે. તેની પાસે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’ છે, જેમાં તે કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ સાથે સ્ક્રીન શેર કરતી જાેવા મળશે.SS1MS