સલમાન-અક્ષય કુમાર બાદ અમિતાભની વધારાઈ સુરક્ષા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/10/Amitabh.webp)
મુંબઈ, મહારાષ્ટ્ર સરકાર છેલ્લા થોડા દિવસમાં બોલિવુડના કેટલાય મોટા સ્ટાર્સની સુરક્ષા વધારવાનો ર્નિણય કર્યો છે. હાલમાં જ એક્ટર સલમાન ખાનને મહારાષ્ટ્ર સરકારે રૂ કેટેગરીની સુરક્ષા આપી હતી. હવે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની સુરક્ષા વધારવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે, અમિતાભ બચ્ચનને ઠ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી છે. પહેલા અમિતાભ બચ્ચનની સુરક્ષા મુંબઈ પોલીસ કરતી હતી. ઠ કેટેગરીની સુરક્ષામાં બે ગાર્ડ તૈનાત રહે છે. જેમાં એક પીએસઓ હોય છે. એટલે કે અમિતાભ બચ્ચનની સુરક્ષામાં હવે ત્રણ પોલીસવાળા અલગ-અલગ શિફ્ટમાં રહેશે. આવું જ અક્ષય કુમાર અને અનુપમ ખેરની સુરક્ષામાં કરવામાં આવ્યું છે.
અનુપમ ખેર અને અક્ષય કુમારને પણ એક્સ કેટેગરીની સુરક્ષા અપાઈ છે. સલમાન ખાનને રૂ કેટેગરીની સુરક્ષા અપાઈ છે. જેમાં ૧ અથવા ૨ કમાન્ડો અને ૨ પીએસઓ સામેલ હોય છે.
હવે, સલમાન ખાન સાથે ૨૪ કલાક ૧૧ જવાન સુરક્ષામાં રહેશે. થોડા મહિના પહેલા જ સલમાન ખાનને ગેંગ્સ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલાની બર્બર હત્યામાં પણ આ જ ગેંગનું નામ સામે આવ્યું હતું.
ધમકી મળ્યા પછી સલમાને પોતાની સુરક્ષા વધારી હતી સાથે જ પોતાની કાર પણ અપગ્રેડ કરાવી હતી. સલમાનને પહેલા મુંબઈ પોલીસ તરફથી સુરક્ષા મળતી હતી અને હવે તે વધારવામાં આવી છે. કોઈપણ વ્યક્તિ કે સેલિબ્રિટીને સુરક્ષા આપવી જાેઈએ કે નહીં તે રાજ્યના ઈન્ટેલિજન્સના રિપોર્ટને આધારે નક્કી કરાય છે.
રિપોર્ટના આધારે રાજ્ય નક્કી કરી છે કે, કોના જીવને કેટલું જાેખમ છે અને તેને કેટલી સિક્યુરિટી આપવી જાેઈએ. સલમાન ખાનને છેલ્લા થોડા સમયથી જાનથી મારી નાખવાની ધમકી મળી રહી છે એટલે જ તેની સુરક્ષા વધારાઈ છે.
ફેન્સને મળતા પહેલા જૂતા ઉતારે છે અમિતાભ બચ્ચન
મુંબઈ શહેરના જાેવાલાયક સ્થળોની જ્યારે યાદી તૈયાર થાય તો તેમાં શાહરુખ ખાન, સલમાન ખાન અને અમિતાભ બચ્ચનના નિવાસસ્થાનને પણ સામેલ કરવામાં આવે છે. શાહરુખ ખાનના ઘરની બહાર હંમેશા જ ફેન્સની ભીડ જાેવા મળતી હોય છે. મુંબઈ ફરવા આવેલા લોકો પણ મન્નત જઈને ફોટો પડાવતા હોય છે. અમિતાભ બચ્ચનના ઘરની બહાર પણ કંઈક આવો જ માહોલ હોય છે.
બિગ બી ઘણી વાર ફેન્સને મળવા બહાર આવતા હોય છે. રવિવારના રોજ ખાસકરીને ભીડ વધારે હોય છે કારણકે બિગ બી ત્યારે બહાર આવીને ફેન્સને મળતા હોય છે. પરંતુ અમિતાભ બચ્ચનનું પોતાનું એવુ કહેવું છે કે હવે ઘરની બહાર ભીડ ઘટવા લાગી છે.
તેમણે પોતાના બ્લોગમાં આ પ્રકારની ઘણી રસપ્રદ વાતો જણાવી છે. દર રવિવારની જેમ આ રવિવાર એટલે કે ૩૦મી ઓક્ટોબરના રોજ પણ ફેન્સ અમિતાભ બચ્ચનના ઘરની બહાર ભેગા થયા હતા અને બિગ બી પણ તેમને મળવા બહાર નીકળ્યા હતા. ફેન્સને મળતા પહેલા તેમણે પોતાના જૂતા ઉતાર્યા હતા. અમિતાભ બચ્ચને આમ કરવા પાછળનું કારણ પણ જણાવ્યું છે.
અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું છે કે ફેન્સ સાથેની મુલાકાત તેમના માટે ભક્તિ છે. તેમના માટે ફેન્સ ઘણું મહત્વ ધરાવે છે. અમિતાભ બચ્ચને ફેન્સ દ્વારા આપવામાં આવેલી ભેટની તસવીરો પણ શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળ દરમિયાન અમિતાભ બચ્ચને ફેન્સને મળવાનુ બંધ કરી દીધુ હતું. પરંતુ સ્થિતિ સામાન્ય થયા પછી અમિતાભ બચ્ચને એપ્રિલ ૨૦૨૨થી ફેન્સને મળવાની શરુઆત કરી હતી. બ્લોગમાં અમિતાભ બચ્ચને જણાવ્યું કે, ધીરે ધીરે ફેન્સની ભીડ હવે ઘટી રહી છે.
અમિતાભ બચ્ચને બ્લોગમાં લખ્યું કે, મેં જાેયું કે હવે ફેન્સની ભીડ ઘટવા લાગી છે. સંખ્યામાં ઘટાડો જાેવા મળી રહ્યો છે અને લોકોનો ઉત્સાહ પણ ઘટી રહ્યો છે. લોકો પહેલા ખુશીથી ચીસો પાડવા લાગતા હતા, તેનું સ્થાન હવે મોબાઈલ કેમેરાએ લઈ લીધું છે.
આનાથી સાબિત થાય છે કે હવે સમય બદલાઈ ગયો છે અને કંઈ પણ હંમેશા માટે નથી રહેતું. પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન ૮૦ વર્ષની ઉંમરે પણ ખૂબ કામ કરી રહ્યા છે. આ વર્ષે તે બ્રહ્માસ્ત્ર, ચૂપ, રનવે ૩૪, ઝુંડ, રાધે શ્યામ અને ગુડબાય જેવી ફિલ્મોમાં જાેવા મળ્યા હતા. હવે તેમની ફિલ્મ ઊંચાઈ રીલિઝ થવાની છે. ત્યારપછી તે ગણપત, ઘૂમર, ધ ઉમેશ ક્રોનિકલ્સ, બટરફ્લાય અને પ્રોજેક્ટ કેમાં જાેવા મળશે.SS1MS