Western Times News

Gujarati News

અમદાવાદની મેટ્રોના કોચને નુકશાન થયું કે થૂક્યા તો થશે આટલો મોટો દંડ

૫૦૦૦ રૂપિયા સુધીનો ડંડ ભરવો પડશે અને જેલના સળિયા પાછળ જવાનો પણ વારો આવી શકે છે.

(એજન્સી)અમદાવાદ, જાે તમે મેટ્રોમાં કચરો કર્યો, થૂંક્યા કે તેના કોચને નુકસાન પહોંચાડો અથવા સેફ્ટી બટન સાથે ચેડા કરો તો તમારે ૫૦૦૦ રૂપિયા સુધીનો ડંડ ભરવો પડશે અને જેલના સળિયા પાછળ જવાનો પણ વારો આવી શકે છે. રિપોર્ટ્‌સ મુજબ કેટલાક મુસાફરો દ્વારા મેટ્રોમાં આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવતી હોવાનું સામે આવ્યા બાદ આ કડક ર્નિણય લેવામાં આવ્યો છે.

કેટલાક મુસાફરો મેટ્રો કોચની અંદર થૂંકતા અને તેની સીટોને નુકસાન પહોંચાડતા પકડાયા છે. કેટલાક કારણ વગર ઈમર્જન્સી એક્ઝિટ બટન પણ દાબ્યું છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી) દ્વારા સ્ક્વોડની ગોઠવણ કરી છે કે જે પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ મેટ્રો રૂટ પર નુકસાન કરશે તેમને પકડવામાં આવશે.

જીએમઆરસીના અધિકારીએ જણાવ્યું કે મેટ્રો રેલવે સેવાની ઓક્ટોબરમાં શરુઆત થઈ ત્યારથી (ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ એક્ટ ૨૦૦૨)નું સખત રીતે પાલન થાય તેનો નિર્ધાર કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા આ અંગે પહેલા જાગૃતિ ફેલાય તેવા પ્રયાસ કરાશે અને તે પછી નિયમો લાગુ કરવામાં આવશે.

જીએમઆરસીના અધિકારી જણાવે છે કે, મેટ્રો રેલ શરુ થયાને હજુ એક મહિના જેટલો સમય થયો છે ત્યાં કેટલાક મુસાફરોએ તેમાં મજા માટે કચરો ફેંકતા અને ઈમર્જન્સી કમ્યુનિકેશન સિસ્ટમનો દુરોપયોગ કરતા જાેવા મળ્યા છે. લોકો મેટ્રોમાં એલિવેટમાં રમકડાની જેમ ઉપયોગ કરે છે. આ બાબત ભલે મહત્વની ના લાગતી હોય, પરંતુ તે આસપાસના લોકો માટે ખતરો ઉભો કરનારી છે.

આ સિવાય તેમણે વધુમાં જણાવ્યું કે, મેટ્રો રેલવે (ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ) એક્ટ ૨૦૦૨ મુજબ રેલવેની સંપત્તિને નુકસાન પહોંચાડનારને ૨૦૦ રૂપિયાથી શરુ થતો દંડ અને ૧૦ વર્ષની જેલની સજાની જાેગવાઈ છે. આજ રીતે મુસાફરો અથવા જેઓ મેટ્રોમાં લાગેલા કમ્યુનિકેશનના સાધનોનોનો દુરોપયોગ કરે છે,

કોઈ કારણ વગર બેલ અથવા એલાર્મનો ઉપયોગ કરે છે તેમને ૧ વર્ષની જેલની સજા થઈ શકે છે. મેટ્રોની ટિકિટ સાથે ચેડા કરવા પર ૬ મહિનાની જેલની સજા થશે. તંત્ર દ્વારા સફાઈ માટેની ડ્રાઈવ પણ શરુ કરી છે.

જાે કોઈ વ્યક્તિ લોકોને નુકસાન પહોંચે તેવી વસ્તુ ટ્રેનમાં લઈ જશે તો તેને ૪ વર્ષની જેલની સજા અને ૫૦૦૦ રૂપિયાનો દંડ થશે. દોષિત ઠરેલા લોકો નુકસાન કે ઈજા માટે જવાબદાર રહેશે. જાે મેટ્રોમાં ચિતરામણ કરી તો ૬ મહિનાની જેલ અને ૫૦૦ રૂપિયાનો દંડ થશે. અન્ય વ્યક્તિને નુકસાન થયા તેવું કૃત્ય કરનારા લોકોને ૧૦ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.