મણિનગરમાં BAPS સ્વામિનારાયણ મંદિરમાં દેવ દિવાળી નિમિત્તે અન્નકુટ
પવિત્ર દેવ દિવાળીના દિવસે ધાર્મિક સ્થાનોમાં શ્રધ્ધાળુઓનો ભારે ધસારો જાવા મળ્યો હતો તમામ ધાર્મિક સ્થાનોમાં વિશિષ્ટ સ્વરૂપમાં ભગવાનના દર્શન કરવા માટે શ્રધ્ધાળુઓ ઉમટી પડયા હતા તસ્વીરમાં મણિનગર વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં અન્નકુટના દર્શન કરતા શ્રધ્ધાળુઓ નજરે પડે છે. (Annakut BAPS Maninagar Swaminarayan temple, ahmedabad, Watch Video)
કાલે દેવદિવાળી, કાર્તિક પૂર્ણિમા(પૂનમ) અનોખો ભકિતત્રિવેણીનો સુભગ સમન્વય સર્જાવાના કારણે શહેર સહિત રાજયભરના દેવી-દેવતાઓના મંદિરોમાં આજે શ્રધ્ધાળુ ભકતોની ભારે ભીડ જામી હતી.
લાખો શ્રધ્ધાળુઓએ આજના પવિત્ર દિવસે દેવી-દેવતાઓના દર્શનાર્થે પડાપડી કરી હતી, જેને લઇ ભકિતનું ઘોડાપૂર ઉમટયું હતું. તો, દેવદિવાળી અને પૂનમને લઇ શહેરના મણીનગર ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વિશેષ અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો અને શ્રધ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં ઉમટયા હતા અને સ્વામિનારાયણ મંદિર ભકતોની ભારે ભીડ જામી હતી. આજના પવિત્ર પ્રસંગે હરિ ભકતો મણિનગર ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા માટે ઉમટયા હતા.