ગુજરાતીમાં અનુવાદ કરવા GTUના અધ્યાપકોની મહેનત રંગ લાવી

અમદાવાદ, જ્યારથી મેડિકલ અને એન્જિનિયરિંગના અભ્યાસક્રમો ગુજરાતીમાં ભણાવવાનો ર્નિણય લેવામા આવ્યો છે ત્યારથી રાજ્યની સૌથી મોટી ટેકનીકલ યુનિવર્સિટી જીટીયુની ટીમ મિશન એન્જિનિયરિંગ ઈન ગુજરાતીના કામે લાગી છે.
અંદાજે ૧૬ અધ્યાપકોની ટીમ એન્જિનિયિરિંગના પુસ્તકોને ગુજરાતી ભાષામાં કન્વર્ટ કરવાની જહેમત કરી રહ્યાં છે. જેમાં ૨૦ જેટલા પુસ્તકોનો અનુવાદ ગુજરાતીમાં તો કરી દેવાયો છે. સાથે જ અંદાજે ૪૯ હજારથી વધુ ટેકનીકલ શબ્દોનો અનુવાદ કરી દેવામા આવ્યો છે.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટી દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષથી મિકેનિકલ, સિવિલ, ઇલેકટ્રીકલ અને ઇલેકટ્રોનિક્સ કોમ્યુનિકેશન સહિતની કોર બ્રાંચમાં ગુજરાતી માધ્મયમાં એન્જિનિયરિંગ શરૂ કરવામા આવ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પ્રથમ વર્ષના તમામ પુસ્તકોનો અનુવાદ કરી દેવામા આવ્યો છે.
જીટીયુના અધ્યાપકોની ટીમ દ્વારા ૪૯૮૧૦ એટલે કે આશરે ૫૦ હજાર શબ્દોનો અનુવાદ કરવામાં આવ્યો છે. જીટીયુના કુલપતિ પ્રો. નવીન શેઠએ જણાવ્યુ હતુ કે, અંગ્રેજીને કારણે અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દેતા હતા, પરંતુ ગુજરાતીમાં અનુવાદને કારણે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે.
ગુજરાતીની સાથે-સાથે અંગ્રેજીમાં પણ શબ્દ લખેલો છે જેથી વિદ્યાર્થી અન્ય રાજ્યમાં કે દેશમાં જાય તો તેને જાેબ મેળવવામા તકલીફ ન પડે. તેમનું એમ પણ કહેવું છે કે, નવી શિક્ષણનીતિ અનુસાર રિજીયોનલ લેંગવેજમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે તે પ્રકારની એક જાેગવાઈ છે. ગયા વર્ષે ૧૦ રાજ્યોમાં પોતાની પ્રાદેશિક ભાષામાં એન્જિનિયરિંગના કોર્સિસ શરુ થયા. આ વર્ષે એમાં ગુજરાત રાજ્ય પણ ઉમેરાયું છે.
જીટીયુ દ્વારા ગુજરાતીમાં પણ તેના અભ્યાસક્રમો તૈયાર થયા છે. આ પ્રકારના અભ્યાસક્રમો માટે જુદી-જુદી ભાષા માટે પુસ્તકો એ પ્રકારે હોવા જાેઈએ. તે માટે કમિટીઓ બની હતી અને ગુજરાતીમાં ભાષાનું સંપૂર્ણ કો. ઓર્ડિનેશન અધ્યાપિકા સારિકા શ્રીવાસ્તવ અને તેમની સાથેના ૧૫ અધ્યાપકોની ટીમે ૨૦ જેટલા એન્જિનિયરિંગના પુસ્તકોનો અનુવાદ ગુજરાતીમાં કર્યું છે.
જેમાં જુદા જુદા ટેકનીકલ શબ્દો ૪૯ હજાર ૮૧૦ શબ્દોને ટ્રાન્સલેટ કર્યા છે. કેટલાક ટેકનીકલ શબ્દો કઉંસમાં એઝઈટીઝ રાખવામાં આવ્યા છે. જેથી ગુજરાતીમાં અભ્યાસ કરે તો પણ અન્ય રાજ્યોમાં તેઓ જાય તો પણ તેઓને મુશ્કેલી ન પડે તેવી જાેગવાઈ કરાઈ છે.
મહત્વનું છે કે, દુનિયામાં દરેક જગ્યાએ આ પ્રકારે પ્રોફેશનલ કોર્સીસ પોતાની ભાષામાં જ ચાલે છે. તે પછી જર્મની હોય, પોલેન્ડ હોય, ચાઈના હોય, રશિયામાં હોય, ક્યાંય અંગ્રેજી ભાષામાં આ પ્રકારે પ્રોફેશનલ કોર્સ ભણાવવામાં આવતા નથી. તે લોકલ લેંગવેજ અને રીજનલ લેંગવેજમાં જ કોર્સ ભણાવાય છે.SS1MS