પરીક્ષામાં ખરાબ ગ્રેડ આપતા બે વિદ્યાર્થીઓએ શિક્ષકની કરી ક્રૂર હત્યા
(એજન્સી) નવી દિલ્હી, આપડે અવારનવાર ક્રાઈમની ઘટનાઓ સમાચારમાં અને સોશિયલ મીડિયાના માઘ્યમથી સાંભળતા હોઈએ છીએ. લોકો ઘણા નાના નાના કારણોસર પણ હત્યા કરી નાખે છે. કોઈ સપનામાં પણ ન વિચારી શકે કે કોઈ આવા કારણોસર પણ હત્વીયાને અંજામ આપી શકે છે.
આવી જ એક હત્યાની ઘટના હાલમાં સામે આવી છે. નબળા ગ્રેડ મૂલ્યાંકન પછી બે વિદ્યાર્થીઓએ તેમના શિક્ષકની હત્યા કરી હતી. વિદ્યાર્થીઓએ બદલો લીધો, કથિત રીતે તેને બેઝબોલ બેટથી મારી નાખ્યો. ઘટના બાદ વિલાર્ડ મિલર અને જેરેમી ગુડેલની ધરપકડ કરવામાં આવી હતી. અને તેઓ બંને પર ૬૬ વર્ષીય શિક્ષક નોહેમા ગ્રેબરની હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. હાલ આ કેસની વધુ તપાસ ચાલી રહી છે.
આ કેસ સાંભળીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે અને આવા વઘતા જતા ક્રાઈમને જાેઈને લોકોમાં ડર છે. તપાસમાં સામે આવ્યું છે કે મિલરે ગયા વર્ષે ૨ નવેમ્બરે તેના નબળા ગ્રેડને કારણે તેની હત્યા કરી હતી. તેને પાર્કમાં બેઝબોલ બેટ વડે માર મારવામાં આવ્યો હતો.
એવું કહેવાય છે કે હુમલાખોરો મિલર અને ગુડેલે ક્રૂર હત્યાના એક દિવસ પછી તેમના સોશિયલ મીડિયા પર હુમલા વિશે કથિત રીતે વાત કરી હતી. ગ્રેબરનો મૃતદેહ પાર્કમાં છુપાયેલો હતો. પરંતુ બાદમાં પોલિસને તેની ડેડ બોડી મળી આવી હતી.