Western Times News

Gujarati News

મિનિ એમેઝોન ફોરેસ્ટ કહેવાતા ભારતના આ જંગલો જોવાનું ગુજરાતીઓ માટે થયું સરળ

રોયલ બેંગાલ ટાઈગર વાઘની ભૂમિમાં સફર : પ. બંગાળના સુંદરવનની સફર થઈ હવે સરળ, ગુજરાતી અને જૈન ભોજન મળશે

–     સુંદરવન પશ્ચિમ બંગાળમાં આવેલુ નેશનલ પાર્ક અને વર્લ્ડ હેરિટેજ સાઈટ છે.

–     સમગ્ર જંગલ 10,000 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલો છે. તેમાંથી કેટલોક ભાગ બાંગ્લાદેશમાં છે.

–     આ જંગલ સમુદ્રના કાંઠે હોવાથી સતત પાણીથી તરબતર રહે છે. દિવસમાં બે વખત અહીં ભરતી ઓટ આવે છે.

–     મિનિ એમેઝોન તરીકે ઓળખાતા આ જંગલો જોવા માટે દુનિયાભરમાંથી પ્રવાસીઓ આવે છે.

–     ગુજરાતીઓ પ્રવાસીઓ અહીં મોટી સંખ્યામાં જઈ રહ્યા છે કેમ કે હવે ત્યાં પણ ગુજરાતી અને જૈન ભોજન મળી રહ્યું છે.

–     બુકિંગની વિધિ થોડી મુશ્કેલ હોવાથી કોઈ સ્થાનિક ટ્રાવેલ એજન્ટ કે હોટેલની મદદથી બૂકિંગ કરાવવુ સરળ રહેશે.

સુંદરવન ભારતનું જ નહીં સમગ્ર જગતનું સૌથી અનોખુ જંગલ છે. આ જંગલ મુખ્યત્વે તો ત્યાં રહેતા વાઘ અને જોવા મળતા વિવિધ પ્રકારના પક્ષીઓ માટે જાણીતું છે. ભારતમાં રોયલ બેંગાલ ટાઈગર પ્રકારના વાઘ થાય છે. આ વાઘનું નામ પણ આ જંગલના આધારે જ પડ્યું છે. સુંદરવન એ જળ અને જમીનમાં ફેલાયેલુ નેશનલ પાર્ક છે.

સુંદરવનનો સમગ્ર વિસ્તાર તો દસેક હજાર ચોરસ કિલોમીટરનો છે. આ જંગલ વિસ્તાર ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વહેંચાયેલો છે. ભારતમાં આ જંગલ 4300 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલુ છે. બંગાળના દક્ષિણ ભાગમાં આવેલા જંગલમાં રોજ દિવસમાં બે વાર ભરતી-ઓટ આવે છે. માટે આવુ જંગલ જગતમાં ભાગ્યે જ જોવા મળે છે. દેશ-દુનિયાના પ્રવાસીઓ મિનિ એમેઝોન ફોરેસ્ટ કહેવાતા આ જંગલો જોવા ઉમટી પડે છે.

ગુજરાતીઓ માટે સારી વાત એ છે કે અહીં હવે સરળતાથી શાકાહારી અને જૈન ભોજન મળી રહે છે. ખાસ તો ગુજરાતી પ્રજાને ટુરિઝમ પેકેજમાં જોઈએ એ બધુ અહીં મળી રહે છે. કલકતાથી 100 કિલોમીટર દક્ષિમમાં સુંદરવન જંગલ આવેલુ છે. જંગલના કાંઠે આવેલી સજનેખાલી ચેકપોસ્ટ પરથી પરમિશન લઈને પ્રવાસીઓ જંગલમાં જઈ શકે છે.

ભારતના બધા નેશનલ પાર્કમાં જંગલ સફારી યોજાય છે. એવી જ જંગલ સફારી અહીં પણ યોજાય છે. પરંતુ ફરક એટલો છે કે આ સફારી બોટમાં યોજાય છે. બધા જંગલોમાં જિપ્સીમાં સવાર થઈને ફરી શકાય છે. જ્યારે સુંદરવનમાં તો હોડી દ્વારા ફરવુ એ જ એકમાત્ર વિકલ્પ છે. સુંદરવનમાં 104 ટાપુ છે અને તેમાંથી 54 ટાપુ પર માનવ વસાહત છે. બાકીના ટાપુ અંતરળિયા છે, જ્યાં વાઘ સિવાય કોઈનું રાજ ચાલતુ નથી. આવા ટાપુઓ વચ્ચે આવેલા સાંકડા જળમાર્ગ (ક્રીક)માંથી હોડી ફરે ત્યારે આપણી દુનિયાથી દૂર કોઈ દુનિયામાં આવી ગયા હોય એવુ લાગે.

દુર્લભ મેન્ગ્રોવ્સ સુંદરીના વૃક્ષો અહીં થાય છે, માટે આ જંગલનું નામ સુંદરવન પડ્યું છે. એ સુંદરીના વૃક્ષો પણ અહીં જોવા મળે છે. અહીં 100 જેટલા વાઘ રહે છે. આ વાઘ ખારા પાણીમાં ઉછરતાં હોવાથી જન્મજાત માનવભક્ષી હોય છે. દર વર્ષે 50-60 વ્યક્તિઓ વાઘનો શિકાર બને જ છે.

ગોસાબા ટાપુ એ સુંદરવનનું પ્રવેશદ્વાર છે. આ ટાપુના છેડે સોનાર બાંગ્લા (www.hotelsonarbangla.com/sundarban) રિસોર્ટ આવેલો છે. ગુજરાતી પ્રવાસીઓ અહીં મોટી સંખ્યામાં ઉતરે છે. કેમ કે આ જગ્યાએ ગુજરાતી શાકાહારી ઉપરાંત જૈન ભોજન પણ મળે છે. સુંદરવનમાં આવેલો આ એકમાત્ર ફાઈવ સ્ટાર રિસોર્ટ છે.

માટે પણ આરામ અને લક્ઝરી પસંદ કરતા ગુજરાતી પ્રવાસીઓ આ જગ્યા પર સૌથી પહેલી પસંદગી ઉતારે છે. આમ તો ઘણી હોટેલ્સ છે આ વિસ્તારમાં પણ ત્યાં મર્યાદિત સુવિધાઓ હોવાથી પ્રવાસીઓને ખાસ માફક આવતી નથી. સુંદરવનમાં તો 400થી વધારે પ્રજાતિના પક્ષીઓ રહે છે. પરંતુ એકલા સોનાર બાંગ્લા રિસોર્ટમાં જ 2 ડઝનથી વધારે પ્રજાતિના પક્ષીઓ જોવા મળી જાય છે.

સુંદરવન પ્રવાસની ટિપ્સ

–     કલકતા અને સુંદરવન ભારતના પૂર્વ છેડે આવેલા હોવાથી અહીં સુર્યોદય અને સુર્યાસ્ત વહેલા થાય છે. માટે સવાર વહેલી પડશે અને 5 વાગ્યે તો અંધારુ થઈ જશે.

–     સુંદરવન કલકતાથી 100 કિલોમીટર દૂર છે. 3 કલાકની રોડ મુસાફરી દ્વારા ત્યાં પહોંચી શકાય છે.

–     જંગલમાં વાઘ ઉપરાંત કદાવર જંગલી ડુક્કર, મગર, અનેક જાતના પક્ષી, જંગલી બિલાડી, મોનિટર લિઝાર્ડ જેવા અનેક પક્ષીઓ જોવા મળે છે.

–     સજીવો ઉપરાંત બીજુ મોટુ આકર્ષણ અહીં જોવા મળતા વિવિધ પ્રકારના મેન્ગ્રોવ્સના વૃક્ષો છે. પ્રવાસીઓ સરળતાથી જંગલ જોઈ શકે એ માટે વોચ ટાવર ઉભા કરાયા છે. ડોબાન્કી ચેક પોસ્ટ ખાતે તો 1 કિલોમીટર લાંબો એલિવેટેડ બ્રિજ બનાયો છે, જેના પર પ્રવાસીઓ ચાલીને જંગલ ફરી શકે છે.

–     આ જંગલ પાણીમાં છે, માટે બોટ દ્વારા જ જઈ શકાય છે. જંગલને સારી રીતે માણવા માટે આખા દિવસની બોટ સફર પસંદ કરવી જોઈએ.

–     બોટ બુકિંગ, જંગલ પરમિટ, સફારી પરમિટ, ગાઈડ, ટ્રાન્સપોર્ટેશન વગેરેની ચિંતામાં ન પડવું હોય તો સોનાર બાંગ્લા કે પછી અન્ય કોઈ સ્થાનિક હોટેલનો સંપર્ક કરી તેના દ્વારા બુકિંગ કરાવી શકાય. એ વધુ સરળ પડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.