નજીવી બાબતે આ ગામમાં ચોકીદારને ધારીયું મારી હત્યા કરી
(એજન્સી)અમદાવાદ, સાણંદ જિલ્લાના ચેખલા ગામમાં એક ફાર્મહાઉસમાં ચોકીદારી કરતા વયોવૃદ્ધ વ્યક્તિની લૂંટના ઈરાદે હત્યા કરનાર બંને આરોપીને અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે ગણતરીના દિવસોમાં ઝડપી પાડીને લૂંટ વિથ હત્યાનો ભેદ ઉકેલી નાંખ્યો છે.
પરંતુ આ હત્યા પાછળનું કારણ જાણીને આપ સૌને નવાઈ લાગશે કે બંને આરોપીઓએ કેવી ક્રુરતાથી હત્યાને અંજામ આપ્યો હતો. આ આરોપીઓએ એક વૃદ્ધ વ્યક્તિની લૂંટના ઇરાદે હત્યા કરી છે. બન્યુ એમ હતું કે, આરોપી વિષ્ણુ ઉર્ફે વિહાભાઈ ચુનારાએ મૃતક પાસેથી ૧,૩૦,૦૦૦ વ્યાજે લીધા હતા
અને તે વ્યાજના રૂપિયા પરત ન આપવા પડે વિષ્ણુ ચુનારાએ તેના સાથી મિત્ર અરવિંદજી ઉર્ફે પકો ઠાકોરને પણ સાથે રાખ્યો હતો અને મૃતક પાસેથી બીજા અઢી લાખ રૂપિયા તેના મિત્ર એટલે કે અરવિંદજીને જાેઈએ છે તેમ કરીને વાતચીત કરી હતી. મૃતક ચોકીદારીનું કામ કરે છે.
તેથી તેમણે રૂપિયા આપવાની ના પાડી હતી અને બાદમાં આરોપી વિષ્ણુએ ચોકીદારને પીઠના ભાગે ધાર્યું મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો તદુપરાંત ચોકીદારે પહેરેલી સોનાની બુટ્ટીઓ તથા હાથમાં પહેરેલી સોનાની વીંટી લૂંટીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
આ વિશે અમદાવાદ ગ્રામ્યના એસપી અમિત વસાવાએ જણાવ્યું કે, સમગ્ર લૂંટ વિથ હત્યાના ગુનામાં મુખ્ય આરોપી વિષ્ણુ ઉર્ફે વિહા ચુનારા ક્રાઈમ પેટ્રોલ જેવી ધારાવાહિક સીરીયલ જાેઈને આ સમગ્ર હત્યાનો પ્લાનિંગ કર્યું હતું. અને પોતાની સાથે મોબાઈલ ફોન પણ નહોતો રાખ્યો, જેથી તે પકડાઈ ન જાય.