જયપુરના વેકેશન પર શાહિદ કપૂરની પત્ની મીરા
મુંબઈ, અભિનેતા શાહિદ કપૂરની પત્ની મિરા રાજપૂત ભલે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી નથી પણ તે સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે. તે કોઈ સેલિબ્રિટીથી કમ નથી. મોટી સંખ્યામાં લોકો તેને ફૉલો કરતા હોય છે. કહી શકાય કે મિરા એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર છે. તે પોતાના જીવનને લગતી વિવિધ પોસ્ટ ફેન્સ સાથે શેર કરતી રહેતી હોય છે.
તાજેતરમાં તેણે પિંક સિટી જયપુરની મુલાકાત લીધી હતી. તેણે આ વેકેશનની તસવીરો પણ શેર કરી છે. મિરાએ પોતાનો અનુભવ પણ લખ્યો છે અને લોકોને ક્યાં જમવા માટે જવું તેની સલાહ પણ આપી છે. મિરા રાજપૂતે જયપુરના તમામ ફરવાલાયક સ્થળોની મુલાકાત લીધી હતી. એક તસવીરમાં જાેઈ શકાય છે કે મિરા રાજપૂત રેડ મેક્સિ ડ્રેસમાં જંતર મંતર ખાતે ઉભી છે. તેણે હેટ પણ પહેરેલી છે.
અન્ય તસવીરોમાં પણ જયપુરના અલગ અલગ સ્થળો જાેવા મળી રહ્યા છે. તેણે રામબાગ પેલેસ, હવા મહેલ, જંતર મંગર વગેરે સ્થળોની મુલાકાત લીધી હતી. તેણે આ તસવીરોની સાથે કેપ્શન પણ લખ્યું છે. મિરાએ કેપ્શનમાં લખ્યું કે, જયપુર મારા માટે સોલ સિટી છે.
અહીં આવતાની સાથે જ મને એક હૂંફ, આરામ અને પોતીકાપણાનો અનુભવ થાય છે. બની શકે કે મારા મમ્મીએ પોતાની શાળાના સમયની જે યાદો અમારી સાથે વાગોળી હતી અને તેમની સાથે મેં શહેરને એક્સપ્લોર કર્યું છે તેના કારણે આ અનુભવ થતો હશે.
અહીંની સંસ્કૃતિ પણ અદ્દભુત છે. અહીંના લોકો, કળા, જંતર મંતર અને થાળી. હું જ્યારે પણ અહીં આવુ છું મને વધુ એક દિવસ અહીં રોકાવવાનું મન થાય છે. મિરાએ આગળ લખ્યું કે, મને રાજસ્થાની થાળી માટેની એક અદ્દભુત રેસ્ટોરાં મળી હતી.
હજી પણ મને દાળ બાટી અને ચૂરમા તેમજ ડુંગળી-બટેકાના શાકનના સપના આવે છે. આ તસવીર રામબાગ પેલેસની છે. તમે ત્યાં જાઓ ત્યારે કિશનજીને મળજાે અને તેમની પાસેથી મહારાણી ગાયત્રિ દેવીની વાતો સાંભળજાે.
આ સિવાય રાવતની કચોરી પણ મિસ કરવા જેવી નથી. હું જેટલા દિવસ રોકાઈ દરરોજ એક કચોરી અને લસ્સી લેતી હતી. મિરા અને શાહિદના લગ્ન વર્ષ ૨૦૧૫માં થયા હતા. તેઓ મિશા અને ઝૈન નામના બાળકોના માતા-પિતા છે.SS1MS