ગ્રામીણ લોકોને ડિજિટલી જોડાણની સુવિધા આપવા Vi એ રિટેલ વિસ્તારની યોજના બનાવી
વી તમામ 5 સર્કલમાં ગ્રામીણ બજારોમાં 300 નવી વી શોપ સાથે રિટેલ કામગીરીનું વિસ્તરણ કરશે- નવી ફોર્મેટ ધરાવતી વી શોપ્સ ટિઅર 3 શહેરોમાં પ્રીપેઇડ યુઝર્સ માટે વન-સ્ટોપ સર્વિસ પોઇન્ટ તરીકે કામ કરશે
છેલ્લાં થોડાં વર્ષોમાં બ્રોડબેન્ડનું ઝડપી વિસ્તરણ દેશમાં વધારે ડિજિટલાઇઝેશન તરફ દોરી ગયું છે. દેશની આગામી 500 મિલિયન ડિજિટલી અનકનેક્ટેડ વસતીને જોડીને ડિજિટલ વૃદ્ધિને વધુ વેગ આપવા ભારતની અગ્રણી ટેલીકોમ ઓપરેટર વોડાફોન આઇડિયા લિમિટેડ (વી)એ એની બ્રાન્ડ લોંચ થયા પછી અત્યાર સુધી એના સૌથી મોટા રિટેલ વિસ્તરણની યોજના હાથ ધરી છે.
વી મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં વિવિધ શહેરોમાં પેટાજિલ્લા સ્તરે પોતાની રિટેલ કામગીરી વધારવા વીએ નવી ફોર્મેટના 300 ‘વી શોપ્સ’ શરૂ કરી છે. વી એની સ્થાનિક હાજરીમાં વધારો કરવાની તેમજ આગામી થોડા મહિનાઓમાં વધારે ગ્રામીણ બજારોમાં એની રિટેલ કામગીરી વધારીને મોબાઇલ યુઝર્સ સાથે જોડાણને ગાઢ બનાવવા અને સ્થાનિક કામગીરી વધારવાની યોજના બનાવી છે.
મહારાષ્ટ્રમાં ઇંદાપુર, પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં હાપુર, પશ્ચિમ બંગાળમાં બસિરહાટ, તમિલનાડુમાં ઉસિલામ્પટ્ટી, કેરળમાં પય્યોલી તથા અન્ય આ પ્રકારના સેંકડો શહેરોમાં વીના ગ્રાહકો હવે વીમાંથી ઝડપી, અસરકારક, પ્રત્યક્ષ સેવા મેળવશે, જેની સાથે અદ્યતન મોબાઇલ યુઝર્સ માટે વિશિષ્ટ ઉત્પાદનો અને ઓફર મળશે.
ટિઅર 3 શહેરો માટે વી શોપ્સની વિભાવનાનો ઇરાદો સ્થાનિક ગ્રાહકોને વીનો એકસમાન અનુભવ પ્રદાન કરવાનો, ઝડપી ટેકો અને માર્ગદર્શન આપવાનો છે. નવા ફોર્મેટ સ્ટોરની આધુનિક ડિઝાઇન સિગ્નેચર પાસાંઓને સુસંગત છે, જે શહેરી સ્થાનોમાં હાલના વી સ્ટોર્સને પરિભાષિત કરે છે. વી શોપ્સ વિવિધ પી પ્રીપેઇડ ઉત્પાદનો અને સેવાઓ ઓફર કરશે તથા ઓછા ટેક સેવ્વી યુઝર્સને વીની તમામ સેવાઓનો લાભ લેવા સક્ષમ બનાવશે, જે ગ્રાહકના શ્રેષ્ઠ અનુભવ અને ગાઢ જોડાણ તરફ દોરી જશે.
આ ફોર્મેટ દ્વારા વીનો ઇરાદો ટેલીકો++ની બહોળી ઓફર સાથે ગ્રામીણ ઉપભોક્તાઓ સાથેનું જોડાણ વધારવાનો પણ છે. આ માટે કંપનીએ જોબ્સ એન્ડ સ્કિલિંગ, સરકારી પરીક્ષાની તૈયારી, અંગ્રેજી ભાષામાં દક્ષતા જેવા વિવિધ ક્ષેત્રોમાં નિષ્ણાતો સાથે જોડાણ કર્યું છે.
નવી રિટેલ પહેલ પર બોલતા વોડાફોન આઇડિયા લિમિટેડના સીઓઓ અભિજીત કિશોરે કહ્યું હતું કે, “વી નવીન વિભાવનાઓ, ઉત્પાદનો અને સેવાઓ પ્રસ્તુત કરવામાં મોખરે છે, જે ઝડપથી બદલાતાં વાતાવરણ તેમજ ગ્રાહકની જરૂરિયાતો અને પસંદગીઓ પૂરી કરે છે.
ગ્રામીણ ભારતમાં હજુ પણ ગ્રાહકોનો મોટો સમુદાય છે, જેઓ ફિઝિકલ રિટેલ ફોર્મેટ દ્વારા પ્રત્યક્ષ સેવાની સુવિધા અને પરિચિતતા પસંદ કરે છે. ઉપરાંત ગ્રામીણ વિસ્તાર ભારતમાં મોબાઇલ ઇન્ટરનેટ વપરાશની વૃદ્ધિને આગળ વધારે છે.
આ માગને પૂર્ણ કરવા અમે અમારી વી શોપ વિભાવના મારફતે અમારી ગ્રામીણ રિટેલ વ્યૂહરચનાને આગળ વધારવા નવો અભિગમ અપનાવ્યો છે, જે લાખો ભારતીયોને ઉજ્જવળ ભવિષ્ય માટે ડિજિટલ રીતે જોડશે. તમામ 5 સર્કલમાં કેટલાંક ટિઅર 3 શહેરોમાં વીના ગ્રાહકો હવે તેમની નજીક વી શોપની મુલાકાત સરળતાપૂર્વક અને લાભદાયક રીતે મેળવી શકે છે, જ્યાં આવકારદાયક વાતાવરણમાં તાલીમબદ્ધ અધિકારીઓ શ્રેષ્ઠ સેવા પૂરી પાડે છે.”
ગ્લોબલ ડિઝાઇન ફોર્મેટમાં વન-સ્ટોપ શોપ રિટેલ આઉટલેટની વિભાવના વહેલામાં વહેલી તકે પ્રસ્તુત કરનારી કંપનીઓ પૈકીની એક વી ગ્રાહકની બદલાતી જરૂરિયાતોને સુસંગત રીતે જીવંત અને રસપ્રદ અનુભવ પ્રદાન કરવા સતત નવીનતા અપનાવે છે અને પોતાની કામગીરીમાં ફેરફારો કરે છે અને આ જ બાબતને ધ્યાનમાં રાખીને વીએ નવા રુરલ પ્રીપેઇડ સ્ટોર્સ શરૂ કરવાની યોજના બનાવી છે. ગ્રાહકની આકાંક્ષાઓ પૂર્ણ કરવા વી સ્ટોરનાં લૂક અને ફીલની ડિઝાઇન બનાવવામાં આવી છે, તો સાથે સાથે આ વી બ્રાન્ડના મુખ્ય અભિગમને પણ વ્યક્ત કરે છે.
વી મહારાષ્ટ્ર, તમિલનાડુ, કેરળ, પશ્ચિમ બંગાળ અને ઉત્તરપ્રદેશ પશ્ચિમના 5 સર્કલમાં અતિ મજબૂત કંપની છે. ઉજ્જવળ ભવિષ્ય માટે 5જી ઓફર કરવા વીએ ભવિષ્યમાં સેવાઓ પૂરી પાડવા આ તમામ બજારોમાં 5જી સ્પેક્ટ્રમ એક્વાયર કર્યા છે. કંપનીએ સ્માર્ટએગ્રિ, હેલ્થકેર, એજ્યુકેશન, ઇમર્સિવ ક્લાઉડ ગેમિંગ, પબ્લિક સેફ્ટી, વર્કર સેફ્ટી અને અન્ય ઇન્ડસ્ટ્રી 4.0 જેવા ક્ષેત્રોમાં ઉપભોક્તાઓ અને ઉદ્યોગસાહસો માટે 5જી યુજ કેસની બહોળી રેન્જ વિકસાવી છે, જેને તાજેતરમાં નવી દિલ્હીમાં ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસમાં એના લાઇવ 5જી નેટવર્ક પર પ્રદર્શિત કરવામાં આવી હતી.