આલિયાની દીકરીના જન્મથી નાના મહેશ ભટ્ટ સૌથી વધુ ખુશ
મુંબઈ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરે રવિવારે તેમના જીવનમાં એક બાળકીનું સ્વાગત થયું છે. કપૂર પરિવારના ઘરે સુંદર લક્ષ્મીએ જન્મ લીધો છે. આ અવસર પર ઘરના તમામ સભ્યોમાં ખૂબ જ ખુશી પણ જાેવા મળી રહી છે.
દાદીમાથી લઇને મામા સુધીના તમામ લોકો જેઓ મામા અને દાદી બની ગયા છે તેઓની ખુશીનો પાર નથી. જાે.કે આ દરમિયાન ગૌરવપૂર્ણ નાના મહેશ ભટ્ટને લાગે છે કે તે સમય હતો જ્યારે તેમની પ્રથમ પુત્રી પૂજા ભટ્ટ આવી હતી. એક ઇન્ટરવ્યુમાં મહેશનો પુત્ર રાહુલ ભટ્ટે બહેનના ઘરે આવેલી દીકરી અંગે વાત કરી છે કે પરિવારના સભ્યો બેબી બોય માટે કેવી રીતે ઉત્સાહિત છે.
મહેશ ભટ્ટે તેમની પ્રથમ પત્ની લોરેન બ્રાઈટ ઉર્ફે કિરણ ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો હતા જેમાં પ્રથમ પૂજા ભટ્ટ અને રાહુલ ભટ્ટ હતા જયારે તેઓએ પાછળથી સોની રાઝદાન સાથે લગ્ન કર્યા અને તેમને બે પુત્રીઓ છે. આલિયા ભટ્ટ અને શાહીન, જેઓ હવે પૂજા અને રાહુલ બન્ને સાથે ગાઢ સંબંધ પણ ધરાવે છે. આલિયા ભટ્ટના ભાઈ રાહુલે જણાવ્યું કે હાલ આલિયાની પુત્રીને મળવાનું બાકી છે.
પરંતુ હાલ ‘મામા’ બનવાનો મને ખુબજ આનંદ છે. જાે.કે તેણે ખાતરી આપી કે ‘માતા અને દીકરી બન્ને સ્વસ્થ અને તંદુરસ્ત છે’ બોમ્બે ટાઈમ્સને કહ્યું કે હાલ આ ખુશીની પળો થી મહેશ ભટ્ટ છે જે સૌથી વધુ ખુશ અને ઉત્સાહિત છે.
તેણે એ પણ જણાવ્યું કે મહેશ ભટ્ટ કેવું અનુભવી રહ્યા છે. મહેશ ભટ્ટે પોતાની ખુશીઓ વ્યક્ત કરતા કહ્યું કે આજે હું આ સમયે મારી ખુશીના શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. આ દીકરી રણબીર અને આલિયાને એકબીજાની ખુબજ નજીક લાવશે તે મને વિશ્વાસ છે.
આજે રણબીર અને આલિયાની સાથે બન્ને પરિવાર માટે આ ખૂબ જ કિંમતી ક્ષણ છે. આજે મને એવું લાગે છે કે આ હજી ગઈકાલની જ વાત છે. જ્યારે આલિયા એક નાની છોકરી હતી જે મારા ખોળામાં રમતી હતી અને આજે તે પોતે એક દીકરીની માતા બની ગઈ છે.
સાચું કહું તો હજુ પણ મને વિશ્વાસ નથી થતો કે મારી દીકરી એક દીકરીની માતા બની ગઈ છે. મહેશ ભટ્ટે જણાવ્યું કે જ્યારે તેમને તેમની પત્ની સોની રાઝદાનનો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે આલિયાએ દીકરીને જન્મ આપ્યો છે. મારી પત્નીએ જે રીતે મને આ સારા સમાચાર આપ્યા તે હું શબ્દોમાં ક્યારેય વ્યક્ત કરી શકીશ નહીં. આલિયા ભટ્ટે મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો છે.
તેણે પોતાના અને રણબીર વતી ઇન્સ્ટાગ્રામ પર એક નોંધ દ્વારા દીકરીના જન્મ અંગેની જાહેરાત કરી અને લખ્યું ‘અમારા જીવનના શ્રેષ્ઠ સમાચાર! અમારે દીકરી આવી છે અને તે એટલી જાદુઈ છોકરી છે.SS1MS