Western Times News

Gujarati News

એરએશિયા ઇન્ડિયાએ નવી દિલ્હી-અમદાવાદ વચ્ચે નવા રુટ શરૂ કર્યા

ભાડાનાં ઓછા દર ધરાવતી એરલાઇન્સે નવી દિલ્હી, કોચી અને અમદાવાદ વચ્ચે જોડાણ વધારવા માટે નવા રુટો ઉમેર્યા

નવી દિલ્હી,  ભારતની સૌથી વધુ પસંદગી પામેલી ઓછો ખર્ચ ધરાવતી એરલાઇન્સમાં સામેલ એરએશિયા ઇન્ડિયાએ નવી દિલ્હી, કોચી અને અમદાવાદ વચ્ચે નવા રુટોની જાહેરાત કરીને એનાં નેટવર્કનું વિસ્તરણ કરવાની જાહેરાત કરી હતી. આ રુટો પર ઇવનિંગ ફ્લાઇટની ફ્રીક્વન્સી વધારવાની સાથે એરએશિયા ઇન્ડિયા ટિઅર-1 અને ટિઅર-2 શહેરોમાં એની કામગીરીને વધારવાની કટિબદ્ધતા જાળવી છે, જેથી મહેમાનો ઉડાનનો શ્રેષ્ઠ અનુભવ મેળવવાની સાથે વિવિધ શહેરો વચ્ચે જોડાણમાં વધારો કરે છે.

નવી દિલ્હી – કોચી અને નવી દિલ્હી – અમદાવાદ વચ્ચે નવા રુટ માટે તમામ ફ્લાઇટની કિંમત અનુક્રમે રૂ. 3915 અને રૂ. 2015 છે તથા બુકિંગ માટે ખુલી છે. આ રુટ પર અવરજવર કરતી ફ્લાઇટ 20 ડિસેમ્બર, 2019નાં રોજ શરૂ થશે.

આ અંગે એરએશિયા ઇન્ડિયાનાં સીઓઓ શ્રી સંજય કુમારે કહ્યું હતું કે, “અમને અમારાં વધતા નેટવર્કમાં વધુ બે રુટ ઉમેરવાની ખુશી છે. 2 નવા રુટનાં વધારા સાથે અમે અમારાં મહેમાનોને સંવર્ધિત અનુભવ પ્રદાન કરવા પ્રવાસનાં વાજબી સેગમેન્ટને સપોર્ટ કરવાનું જાળવી રાખીશું. આ રુટો પર ઘણાં પ્રવાસીઓ વારંવાર અવરજવર કરતાં હોવાથી નવા રુટોની શરૂઆત થવાથી દુનિયાભરમાં અમારાં મહેમાનોને વાજબી દરે હવાઈ મુસાફરી કરવાની સુવિધા મળશે, જે એરએશિયાનાં ભારતનાં વાજબી દરે હવાઈ મુસાફરી શક્ય બનાવવાનાં વિઝનને સાકાર કરે છે.”  20 ડિસેમ્બર, 2019થી એરએશિયા ઇન્ડિયા નીચે ઉલ્લેખિત નવા રુટો પર દરરોજ ફ્લાઇટ કાર્યરત કરશેઃ

ફ્લાઇટ નંબર શહેરથી ઉડાનનો સમય શહેર સુધી આગમનનો સમય
i5 791 નવી દિલ્હી 4:55 કોચી 8:00
i5 792 કોચી 8:50 નવી દિલ્હી 12:00
i5 795 નવી દિલ્હી 21:30 અમદાવાદ 23:05
i5 769 અમદાવાદ 23:35 નવી દિલ્હી 01:05

 

એરએશિયા ઇન્ડિયાએ તાજેતરમાં એના 21મા કેન્દ્ર તરીકે અમદાવાદનો ઉમેરો કરવાની જાહેરાત કરી હતી અને અમદાવાદથી બેંગાલુરુ વચ્ચે 7 સીધી ફ્લાઇટ શરૂ કરી છે. મોટી સીટ, ગરમાગરમ ભોજન અને સતત વધતા કેન્દ્રો સાથે એરએશિયા ઇન્ડિયા  એનાં તમામ મહેમાનોને આનંદદાયક અનુભવ પ્રદાન કરવા  આતુર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.