કોંગ્રેસને વધુ એક ફટકો, ભગા બારડે પંજાને કીધુ અલવિદા

અમદાવાદ, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો, મોહનસિંહ રાઠવા બાદ હવે તલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ કોંગ્રેસથી નારાજ થયા છે. જેથી તેઓ આજે પંજાે છોડી ભાજપમાં સામેલ થશે. આ પહેલા તેમણે બાદલપરા ગામમાંથી ટેકેદારોની બેઠક બોલાવી હતી.
ભગા બારડ સૌરાષ્ટ્ર આહીર-કારડિયા સમાજના અગ્રણી છે ગીરસોમનાથ-જૂનાગઢના મતદારોમાં સારી પકડ છે તાલાળા બેઠક પરથી ધારાસભ્ય છે, પૂર્વ સાંસદ સ્વ.જશુભાઈ બારડના ભાઈ છે.
અગાઉ, ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસના વધુ એક ધારાસભ્યે પંજાનો હાથ છોડવાનો ર્નિણય કર્યો છે. ઐતિહાસિક રેકોર્ડ ધરાવતા કોંગ્રેસના છોટા ઉદેપુરના વર્તમાન ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.HS1MS