ટીવી ચેનલો માટે મોદી સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરી
નવી દિલ્હી, સરકારે ટીવી ચેનલો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે અગિયાર વર્ષ બાદ નવી ગાઈડલાઈન જાહેર કરી છે. કેબિનેટ દ્વારા પણ તેને મંજૂરી આપવામાં આવી છે.
માહિતી અને પ્રસારણ સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું છે કે, ફેરફારમાં ત્રણ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છએ. તેમાં સરળતાથી મંજૂરી, બિઝનેસ પ્રક્રિયાને સરળ બનાવવી અને સરલીકરણ અને તર્કસંગત બનાવવું.
નવી ગાઈડલાઈનમાં દરેક બ્રોડકાસ્ટર અથવા ચેનલને રોજ રાષ્ટ્રીય મહત્વ અથવા હિત અને જનસેવા સાથે જાેડાયેલ મુદ્દા પર અડધો કલાક કંટેટ આપવું ફરજિયાત છે. તેના માટે મંત્રાલય તરપથી આઠ થીમ વિકલ્પ આપવામાં આવ્યા છે. જેમાંથી કોઈ પણ મુદ્દા પર ચેનલ અડધો કલાક કાર્યક્રમ કરી શકશે.
તેમાં મહિલા સશક્તિકરણ, કૃષિ અને ગ્રામિણ વિકાસ, શિક્ષણ અને સાક્ષરતાનો પ્રસાર, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, સાયન્સ અને ટેકનોલોજી, સમાજ અને નબળા વર્ગનું કલ્યાણ, રાષ્ટ્રીય અખંડિતા, પર્યાવરણ અને સંસ્કૃતિ સંરક્ષણ સામેલ છે.
ચંદ્રાનું કહેવુ છે કે આ અડધો કલાકના સ્લોટ માટે આપવામાં આવતી સામગ્રીને લઈને ટૂંક સમયમાં સ્ટેક હોલ્ડર્સ મતલબ ચેનલો વગેરે સાથે ચર્ચા કરીને તેના વિશે અલગથી ગાઈડલાઈન જાહેર કરશે. જાે કે, સ્પોર્ટ્સ, વાઈલ્ડ લાઈફ અને વિદેશી ચેનલો પર આ નિયમ લાગૂ થઈ જાય.
તેમનું કહેવુ છએ કે, છેલ્લા કેટલાય વર્ષોમાં અમે જે સુધારા કર્યા છે, તેમાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ સાથે જાેડાયેલ કિસ્સામાં જાેડાયેલ સુધારા મહત્વના છે.
ચંદ્રાનું કહેવુ છે કે નવા દિશા નિર્દેશ અંતર્ગત ઈવેન્ટ સાથે જાેડાયેલ કાર્યક્રમોનું જીવંત પ્રસારણ માટે પહેલાથી મંજુરી લેવાની શરત ખતમ કરી દેવામાં આવી છે. જાે કે, લાઈવ પ્રસારણ કરાતા કાર્યક્રમોનું પૂર્વ રજીસ્ટ્રેશન જરુરી છે.
દિશા નિર્દેશો અનુસાર એકથી વધારે ટેલીપોર્ટની સુવિધાઓનો ઉપયોગ કરીને કોઈ ચેનલને અપલિંક કરી શકાય છે. હાલના નિયમો અંતર્ગત ફક્ત એક જ ટેલીપોર્ટ અથવા ઉપગ્રહ દ્વારા ચેનલને અપલિંક કરી શકાય છે. ચેનલોની નેટવર્થ સાથે જાેડાયેલા નિયમોમાં પણ ફેરફાર કર્યો છે. ચેનલોના રિન્યૂ હોવા પર તેમની નેટવર્થની લિમિટ ૨૦ કરોડ કરવામાં આવી છે.SS1MS