ભાડાની કારના ભાવમાં વધારો: બુકિંગ મળવા પણ મુશ્કેલ બન્યા

અમદાવાદ, નવેમ્બરના અંત અથવા ડિસેમ્બર માટે કેબ બુક કરાવવા માગો છો? તો અત્યારે જ બુકિંગ કરાવી દેવું તમારા માટે હિતાવહ રહેશે. કારણ કે, આવતા મહિને ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોવાથી અત્યારથી ધમધમાટ શરૂ થઈ ગયો છે તો બીજી તરફ આ જ સમયે લગ્નપ્રસંગનો પણ માહોલ છે, જેના લીધે ખાનગી ટેક્સી અને ભાડાની કારની માગ વધી છે.
વધારે પૈસા આપવા તૈયાર હો છતાં પણ ૧૫ નવેમ્બરથી ભાડાની કાર કે બસ પણ ઉપબ્લ્ધ નથી. ગુજરાત લક્ઝરી કેબ ઓનર્સ અસોસિએશનના અંદાજ મુજબ જીેંફ અને સિડાન સહિત ઓછામાં ઓછી ૯૫૦૦ રેન્ટલ કાર રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા કલેક્ટર દ્વારા બૂક કરાવવામાં આવી છે. જે વિધાનસભા મતવિસ્તાર દીઠ સરેરાશ ૫૦ કાર છે.
રાજકીય પક્ષોએ પણ મતદાન પહેલા ચૂંટણી પ્રચાર અને પક્ષના કાર્યકરોની અવરજવર માટે મોટી સંખ્યામાં કાર અને બસો ભાડે રાખી છે. ‘પ્રચાર દરમિયાન પક્ષના કાર્યકરો અને નેતાઓ ટ્રાન્સપોર્ટેશન માટે કારની માગ વધારે કરે છે. અમે આ સમયે ઓછામાં ઓછી ૫૦૦ કાર માટે વિનંતી કરે છે અને જરૂર પડી તો વધુ લઈશું’, તેમ એક રાજકીય પક્ષના સભ્યએ નામ ન જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું.
અમદાવાદમાં લગ્નો માટે ઘણી બધી કાર ૧૫ દિવસના સ્લોટ માટે બ્લોક છે. લગ્નના દિવસોમાં મોટા ટ્રાવેલર ટેમ્પો અને લક્ઝરી બસની વધારે માગ હોય છે.
જેમ-જેમ મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે તેમ-તેમ માગ વધી રહી છે. અમારી પાસે હજી પણ કેટલીક તારીખો માટે કાર ઉપલબ્ધ છે. પરંતુ માંગમાં ઉછાળાને કારણે એક અઠવાડિયામાં બુકિંગ પેક થઈ જશે, તેમ એક કાર રેન્ટલ કંપનીના માલિકે જણાવ્યું હતું.
માગમાં વધારો થતાં કેબના ભાડામાં પણ ઓછામાં ઓછા ૨૫ ટકાનો વધારો થયો છે. એક એસયુવી હવે ૨૦ રૂપિયા પ્રતિ કિમીના ભાડે ઉપલબ્ધ છે, જ્યારે સિડાનનો ભાવ ૧૪ રૂપિયા પ્રતિ કિલોમીટર છે. કોમ્પેક્ટ કારની માગ પણ ચૂંટણી પંચ તરફથી આવી છે, કારણ કે તેની કિંમત ઓછી છે, આશરે ૧૨ રૂપિયા પ્રતિ કિમીના આસપાસ. લગ્નની સિઝન દરમિયાન બસોની માગમાં પણ વધારો થવાની શક્યતા છે.
‘કેટલીક ચોક્કસ તારીખો માટે લોકો એક કિમીના ૬૦ રૂપિયા પણ ચૂકવવા તૈયાર છે અને બસો હજી ઉપલબ્ધ નથી’, તેમ ય્ન્ર્ઝ્રંછના પૂર્વ કમિટી સભ્યએ જણાવ્યું હતું.
ભાડા પર કેબ આપતી કંપનીઓ હવે માગ વધતા ભાડા પણ વધારી રહી છે. ચૂંટણી બાદ, સ્વામિનારાયણ સંપ્રદાયના સંત પ્રમુખ સ્વામીનો શતાબ્દી મહોત્વસ, જે ૧૫ ડિસેમ્બરથી શરૂ થવાનો છે તે સમયે ઓછામાં ઓછા એક મહિના માટે એનઆરઆઈનો આવરોજાવરો વધુ રહે તેવી શક્યતા છે.
આમ કેબની માગ ઉંચી રહેશે, જે કેબ કંપનીઓ માટે પણ સારા સમાચાર છે કારણ કે કોરોના મહામારી દરમિયાન તેમને નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ હવે તેમની આવક વધશે, તેમ પટેલે ઉમેર્યું હતું.SS1MS