ગુજરાત વિધાનસભા ચૂંટણી અને ચૂંટણીમાં જ્ઞાતિ-જાતિના સમીકરણો
અમદાવાદ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી, પૂર્ણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સિનિયર મંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદીપસિંહ અને પૂર્વ પ્રમુખ આરસી ફળદુએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી દીધી છે. આમ જે નામો અંગે અટકળો લગાવવામાં આવી રહી હતી તેમના પ્લાન ક્લિયર થઈ ગયા છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં હાર અને જીતના સમીકરણો ઘણાં મુદ્દાઓને ધ્યાનમાં રખાય છે.
જેમાં એક સૌથી મહત્વનું ચૂંટણીમાં સોશિયલ એન્જિનિયરિંગ માનવામાં આવે છે. એટલે કે ચૂંટણી ટિકિટ વહેંચણીથી લઈને મતદારોની વસ્તીને ખાસ ધ્યાનમાં લઈને ર્નિણયો લેવામાં આવતા હોય છે. જેમાં જાતિ-જ્ઞાતિનું સમિકરણ સૌથી મહત્વનું માનવામાં આવે છે.
નવગુજરાત સમયના રિપોર્ટ્સ પ્રમાણે પાછલી વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર, ઠાકોર અને દલિત આંદોલનો આક્રામક મૂડમાં રહ્યા હતા આમ જેના પરિણામે ૮ પાટીદાર ઉમેદવાર, ૨ ઠાકોર અને ૨ દલિત ઉમેદવારની જીત ઘટી હતી. જ્યારે કોળી, ક્ષત્રિય, બ્રાહ્મણ ઉમેદવારોની જીત વધી હતી.
૨૦૧૭માં મતદારોનો મીજાજ બદલાયો હતો જેના કારણે કોંગ્રેસને પાટીદાર વર્ચસ્વવાળી ૨૭ અને ભાજપને ૧૬ બેઠકો મળી હતી. રાજ્યમાંથી કુલ ૪૩ પાટીદાર ઉમેદવાર ચૂંટાયા હતા.
જ્યારે વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં ૫૧ પાટીદાર નેતાઓ ચૂંટાયા હતા, આમ પાટીદાર આંદોલન છતાં ૮ ધારાસભ્યો ઘટ્યા હતા. અગાઉની ચૂંટણીમાં કોળી સમાજના ૨૦ ધારાસભ્યો ચૂંટાયા હતા, જેમાંથી ૧૧ કોંગ્રેસના હતા અને ૯ ધારાસભ્યો ભાજપના હતા.
વર્ષ ૨૦૧૨માં કોળી ઉમેદવારોની જીતની સંખ્યા ૧૬ હતી જે ૨૦૧૭માં વધીને૨૦ થઈ ગઈ હતી. આજ રીતે ૨૦૧૨માં ક્ષત્રિય સમાજના ૧૦ ધારાસભ્યો ચૂંટાયા હતા, જ્યારે તે ૨૦૧૭માં ૧૬ થઈ ગઈ હતી.
ભાજપના પણ ઉમેદવારોના નામ સામે આવી રહ્યા છે કે જેમાં સુરતમાં ચોર્યાસી અને ઉધના ગુજરાત સિવાયની બેઠકો પરથી હર્ષ સંઘવી, પૂર્ણેશ મોદી સહિતના ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે.
એક તરફ આપે સુરતની કોર્પોરેશનની ચૂંટણી સારી સફળતા હાંસલ કરી હતી જેના કારણે અહીંથી જ ગોપાલ ઈટાલિયાને કતારગામ, અલ્પેશ કથિરિયાને વરાછા અને આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાને કરંજ બેઠક પરથી ઉતારવામાં આવ્યા છે, અહીં પણ જાતિ-જ્ઞાતિના ગણિતને ધ્યાનમાં રાખીને ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
આ વખતે અમદાવાદ અને સુરતમાં આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. સુરતમાં કોઈ નવા જૂની ના થાય તે માટે ભાજપ પોતાના ઉમેદવારોને રિપીટ કરી શકે છે. આ સંભાવનાઓના આધારે એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે રાજ્યની ચૂંટણીમાં જાતિ-જ્ઞાતિના મૂળિયા ઘણાં ઊંડે સુધી ખૂંપેલા છે.
ગુજરાતમાં સૌથી વધુ ર્ંમ્ઝ્ર મતદારોની સંખ્યા છે જેની ટકાવારી ૪૦ હોવાનો અંદાજ છે, જેમાં કોળી, ઠાકોર સહિત અન્ય જાતિના મતદારોનો સમાવેશ થાય છે. બીજા નંબર પર ૧૫% મતદારો પાટીદાર છે, જેમાં ૯% લેઉઆ પટેલ અને ૫% કડવા પટેલનો સમાવેશ થાય છે. મુસ્લિમ ઉમેદવારોની ટકાવારી ૧૦% થાય છે, જેમાં મુસ્લિમ અને OBC પણ છે. અંદાજીત ૧૩% સવર્ણ મતદારો કે જેમાં બ્રાહ્મણ, વાણિયા, જૈન, રાજપૂત સહિતની જાતિઓનો સમાવેશ થાય છે. આ આંકડા જાતિ-જ્ઞાતિની વસ્તીના આંધારે અંદાજિત લેવામાં આવ્યા છે.