Western Times News

Gujarati News

ATMની ઘટતી સંખ્યાની સમસ્યાનું સમાધાન કરવા રિટેલર દુકાનો પર માઇક્રો ATM સેવા શરૂ

પ્રથમ વર્ષમાં દેશમાં 1 લાખ ટર્મિનલ સ્થાપિત કરવાનો ઉદ્દેશ

મુંબઈ,  ભારતનાં અગ્રણી હાયપરલોકલ ફિન્ટેક નેટવર્ક પેનીયરબાય ઇકોસિસ્ટમ ઊભી કરવાનું મિશન ધરાવે છે, જે બેંકની સુવિધાઓથી વંચિત લોકો માટે નાણાકીય સેવાઓની સુલભતાને પરિભાષિત કરશે. આ મિશનનાં ભાગરૂપે કંપનીએ માઇક્રો એટીએમનું પોતાનું નેટવર્ક શરૂ કરવાની સાથે એની વિવિધ સેવાઓમાં મહત્ત્વપૂર્ણ વધારો કર્યો છે. આ નવી ઓફર દેશભરમાં તેમનાં રિટેલ ટચપોઇન્ટ માટે શરૂ કરવામાં આવી છે. આ પહેલ માટે કંપનીએ નેશનલ પેમેન્ટ્સ ઓફ ઇન્ડિયા (એનપીસીઆઈ) અને ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક સાથે જોડાણ કર્યું છે.

માઇક્રો એટીએમ બિઝનેસ ટર્મિનલ શરૂ કરવાની સાથે પેનીયરબાયએ મની વિથડ્રોઅલ સેવાઓનો એનો પ્રોડક્ટ પોર્ટફોલિયો મજબૂત કર્યો છે. હવે આધાર અનેબલ્ડ મની વિથડ્રોઅલ સાથે પેનીયરબાય રિટેલર્સ ડેબિટ કાર્ડ મારફતે રોકડ રૂપિયા ઉપાડવાની સેવા પણ પૂરી પાડી શકે છે. આ નાનાં કિરાણા સ્ટોરને એટીએમ જેવી સેવાઓનો લાભ લેવા માટે પૂર્ણ કક્ષાનાં ટચ પોઇન્ટ તરીકે સક્ષમ બનાવે છે.

દેશનાં 16,722 શહેરો અને નગરોમાં કોઈ પણ ગ્રાહક નજીકનાં પેનીયરબાય (જેમ કે કરિયાણા કે મોબાઇલની દુકાન)માં જઈ શકે છે તથા પોતાનું ડેબિટ કાર્ડ સ્વાઇપ કરીને પિન એન્ટર કરીને રોકડ રકમ ઉપાડી શકે છે. જો તેઓ ડેબિટ કાર્ડ ન ધરાવતાં હોય, તો તેઓ રોકડ રકમ ઉપાડવા તેમના આધાર નંબર અને ફિંગર પ્રિન્ટનો ઉપયોગ કરી શકે છે. નાણાકીય વ્યવહાર પૂર્ણ થતાં કસ્ટમર સર્વિસને રિટેલર પાસેથી રસીદ ઉપરાંત એસએમએસ મારફતે બેંકમાંથી પુષ્ટિ મળશે. રોકડ રકમનાં ઉપાડ ઉપરાંત ગ્રાહકો આ રિટેલ ટચ પોઇન્ટ પર બેલેન્સ ઇન્ક્વાયરીની રિક્વેસ્ટ પણ કરી શકે છે. રોકડ રકમનાં ઉપાડ ઉપરાંત ગ્રાહકો આ રિટેલ ટચ પોઇન્ટ પર બેલેન્સ ઇન્ક્વાયરીની રિક્વેસ્ટ પણ કરી શકે છે.

કાર્ડ ટ્રાન્ઝેક્શન સરળતાપૂર્વક કરી શકાય એવું ઓછો ખર્ચ ધરાવતું અને હાથમાં સરળતાપૂર્વક પકડી શકાય એવું પેનીયરબાયનું માઇક્રો એટીએમ વાજબી ખર્ચ ધરાવે છે તથા રોજિંદા ધોરણે મોટી સંખ્યામાં રોકડ વ્યવહાર કરતાં નાનાં રિટેલ સ્ટોર્સ અને વેપારીઓ માટે સ્માર્ટ કેશ મેનેજમેન્ટ ટૂલ છે. નવી ઓફર સાથે પેનીયરબાયનાં નેટવર્ક પર રિટેલર્સ તેમનાં ડ્રોઅરમાં ઉપલબ્ધ નાણાનો અસરકારક રીતે ઉપયોગ કરી શકે છે.

કંપનીએ દેશભરમાં એનાં 750,000થી વધારે રિટેલ ટચ પોઇન્ટનાં એનાં રિટેલ નેટવર્ક પર સર્વિસ એક્ટિવેટ કરાવીને એની કામગીરી શરૂ કરી છે. કંપની કામગીરી શરૂ કર્યાનાં પ્રથમ વર્ષમાં 1 લાખથી વધારે પીઓએસ અનેબલ્ડ માઇક્રો એટીએમને સક્ષમ બનાવે છે.

આ લોંચ પર પેનીયરબાયનાં સ્થાપક અને સીઇઓ શ્રી આનંદ કુમાર બજાજે કહ્યું હતું કે, “પોર્ટેબિલિટી, એફોર્ડેબિલિટી અને મેઇન્ટેનન્સનો ઓછો ખર્ચ જેવી એની ખાસિયતોને ધ્યાનમાં રાખીએ તો માઇક્રો એટીએમ નાણાકીય સર્વસમાવેશકતાને આગળ વધારવા અતિ ઉપયોગી બની શકે છે, ત્યારે સંપૂર્ણ કક્ષાનાં એટીએમ સ્થાપિત કરવા વ્યવહારિક ન હોય એવા ગ્રામીણ ભારતમાં માળખાગત ખર્ચમાં ઘટાડો કરે છે.

પેનીયરબાય નેટવર્કની દ્રષ્ટિએ માઇક્રો એટીએમ અમને ‘કેશનું ડિજિટાઇઝેશન’ કરવાનાં અને ‘બેંકની સુવિધાથી વંચિત લોકો સુધી બેંકિંગને પહોંચાડવાનાં’ બે ઉદ્દેશો પાર પાડવામાં મહત્ત્વપૂર્ણ રીતે મદદરૂપ થશે. આ વધારે કમાણી કરવા અમારાં રિટેલ પાર્ટનર્સને સક્ષમ પણ બનાવશે.

ગ્રામીણ ભારત ઉપરાંત અમારાં માઇક્રો એટીએમ શહેરી વિસ્તારો માટે પણ આદર્શ છે, જ્યાં મોટાં ભાગનાં એટીએમ આધાર સાથે લિન્ક નથી અથવા ફિંગરપ્રિન્ટની સુલભતા ધરાવતા નથી. ઉપરાંત આ દેશનાં અંતરિયાળ વિસ્તારો તથા અસમ અને ઉત્તરપૂર્વનાં રાજ્યોમાં ઉપયોગી પુરવાર થશે, જ્યાં એઇપીની સેવાઓ હજુ પણ ઘણી ઓછી ઉપલબ્ધ છે.

કન્ફેડરેશન ઓફ એટીએમ ઇન્ડસ્ટ્રી (CATMi)એ સોફ્ટવેર અને ઇક્વિપમેન્ટ અપગ્રેડનાં મેઇન્ટેનન્સનાં ઊંચા ખર્ચને કારણે આશરે 50 ટકા ઘટાડો કરવાની યોજનાની જાહેરાત કરી છે. પેનીયરબાય રિટેલર્સને એનાં તમામ મર્ચન્ટ પોઇન્ટમાં તમામ લોકોને ડિજિટલ નાણાકીય/બિનનાણાકીય સેવાઓ પૂરી પાડવા સક્ષમ બનાવે છે તથા એનો ઉદ્દેશ નજીકનાં ભવિષ્યમાં 50,00,000 રિટેલર્સ સુધી પહોંચવાનો છે. અત્યારે કંપની આધાર અનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ (એઇપીએસ)માં 33 ટકા બજારહિસ્સા સાથે લીડર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.