જેલોમાં બંધ કેદીઓને મફત કાનૂની સલાહ આપવામાં આવી
રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ ના નિર્દેશો તેમજ ગુજરાત હાઇકોર્ટ ના મુખ્ય ન્યાયમૂર્તિ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ના મુખ્ય સંરક્ષક શ્રી અરવિંદ કુમાર તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ ના કારોબારી અધ્યક્ષ ન્યાયમૂર્તિ સુશ્રી સોનિયા ગોકાણી ના સબળ માર્ગદર્શન હેઠળ
તા. ૦૮.૧૧.૨૦૨૨ થી તા. ૧૨.૧૧.૨૦૨૨ દરમિયાન રાજ્ય ની તમામ અગ્રણી મધ્યસ્થ જેલો માં બંધ કેદી બંધુઓ ને તેમના મફત અને સક્ષમ કાનૂની સહાય મેળવવા ઉપરાંત કેદીઓના માનસિક સ્વાસ્થ્ય સુધારવા સારૂ વિવિધ કાર્યક્રમો જેવા કે પ્રાણાયામ તથા સુદર્શન ક્રિયા, યોગ, શ્વાસોશ્વાસ ની વીવધ કસરતો તેમજ વિપશ્યનાની પ્રાથમિક સમજ યોજાનાર છે.
જે અંતર્ગત આજે ડો. સુભાષ સોની તથા તેમની ટીમ દ્વારા કેદી બંધુઓને આર્ટ ઓફ લિવિંગ અંતર્ગત પ્રાણાયામ તેમજ સુદર્શન ક્રિયા ની સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ માં પ્રિન્સિપાલ સીટી સિવિલ જજ. સુશ્રી બક્ષી, જિલ્લા અને સત્ર ન્યાયાધીશ, અમદાવાદ (ગ્રામ્ય) શ્રી ડી એમ વ્યાસ, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સભ્ય સચિવ શ્રી આર. એ. ત્રિવેદી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ના ડિરેક્ટર ડો. વાયા, એસ. પી. સાબરમતી જેલ શ્રી તેજસ પટેલ તથા ન્યાયધીશો હાજર રહ્યા હતા.