ગર્લફ્રેન્ડ હોવા છતાં બીજી છોકરીના પ્રેમમાં પડ્યો શખ્સ
નવી દિલ્હી, રિલેશનશિપમાં રહેવું એક વાત છે અને તેને જાળવી રાખવી બીજી વાત છે. રિલેશનશિપને મેનેજ કરવી ખૂબ મુશ્કેલ હોય છે અને કેટલાક લોકો પાર્ટનરને હેન્ડલ પણ નથી કરી શકતા. પરંતુ એવા ઘણા લોકો છે જે એક સમયે બે-બે ભાગીદારોને સંભાળે છે.
જાેકે, બે પાર્ટનરના અફેરમાં તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ એક અમેરિકન પુરુષને આવી કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો. તે એક જ છત નીચે ૨ ગર્લફ્રેન્ડ સાથે રહે છે.
યુટ્યુબ ચેનલ ટ્રૂલીએ તાજેતરમાં જ મઝાયાહ લિજેન્ડ નામના વ્યક્તિના જીવન પર એક એપિસોડ બનાવ્યો છે, જે આજે તેની ચેનલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. તેની એક નહીં પણ બે ગર્લફ્રેન્ડ છે અને તે ત્રણેય સાથે થ્રુપલ રિલેશનશિપમાં રહે છે. જાે કે આ માટે તેને લોકો તરફથી ઘણા ટોણા સાંભળવા મળે છે. સેલેબ મિક્સ વેબસાઈટના રિપોર્ટ અનુસાર, માજીહા અમેરિકાની ભૂતપૂર્વ ફૂટબોલ ખેલાડી હતી.
ટ્રૂલી વિડિયો અનુસાર, તે વર્ષ ૨૦૧૪માં સ્ટેફનીને મળ્યો હતો. બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કરી દીધું હતું પરંતુ થોડા સમય પછી તેમનું બ્રેકઅપ થઈ ગયું.
આ પછી, વર્ષ ૨૦૧૮ માં, તેની મુલાકાત રોઝા સાથે થઈ. બંને રિલેશનશિપમાં આવી ગયા પરંતુ સ્ટેફની અને માજીહા નજીક આવવા લાગ્યા અને પછી તેઓને ૨૦૧૯માં સ્ટેફની અને રોઝા મળ્યા. વીડિયોમાં બંનેએ જણાવ્યું કે તેમને ૮ બાળકો છે અને સ્ટેફની ૯મા બાળકથી ગર્ભવતી છે. જાેકે, વીડિયોમાં બાળકો ક્યાં છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
સ્ટેફનીએ કહ્યું કે પોલિમોરસ રિલેશનશિપ એટલે કે ઘણા ભાગીદારો સાથેનો સંબંધ સારો છે કારણ કે બાળકોની સંભાળ રાખવા માટે ત્યાં વધુ લોકો હાજર હોય છે. આ સિવાય ઘરના કામકાજથી લઈને અન્ય વસ્તુઓમાં પણ હાથ વહેંચાઈ જાય છે.
પરંતુ ત્રણેયને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવે છે અને અભદ્ર વાતો કહેવામાં આવે છે. કેટલાક કહે છે કે બંને મહિલાઓનું મગજ બગડ્યું છે, જ્યારે ઘણા બોયફ્રેન્ડને ખરાબ કહે છે.SS1MS