હિમાચલમાં હિમવર્ષા: તમિલનાડુમાં ભારે વરસાદની સંભાવના, સ્કૂલો-કૉલેજો બંધ
ચેન્નાઇ, તમિલનાડુમાં હાલમાં ચોમાસુ સક્રિય છે. અહીં ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે જેના કારણે રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.
હવામાન વિભાગે આજથી લઈને ૧૩ નવેમ્બર સુધી તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વળી, ચેન્નઈ સહિત ઘણા જિલ્લાઓમાં સ્કૂલો-કૉલેજાે બંધ કરી દેવામાં આવી છે.
ભારે વરસાદની સંભાવના ભારે વરસાદની સંભાવના તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં પણ તમિલનાડુમાં ભારે વરસાદ થયો હતો. ચેન્નાઈમાં ૭૨ વર્ષમાં ત્રીજી વખત આવો વરસાદ પડ્યો હતો. તમિલનાડુમાં પણ ભારે વરસાદના કારણે ત્રણ લોકોના મોત થયા છે.
હવામાન વિભાગે ચેન્નાઈ, તિરુવલ્લુર, કાંચીપુરમ, ચાંગલપેટ, વેલુર, રાનીપેટ, તિરુપત્તુર અને તિરુવન્નામલાઈમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગનુ કહેવુ છે કે શ્રીલંકા તટ નજીક નીચા દબાણવાળા વિસ્તારની રચનાને કારણે દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ અને કેરળમાં પણ વરસાદ પડી શકે છે.
દેશના બીજા ભાગોમાં પણ વરસાદની સંભાવના દિલ્લીમાં પણ વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા મુજબ જમ્મુ, લદ્દાખ, કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો થશે અને તેની અસર મેદાની વિસ્તારો પર પણ પડશે.
જેના કારણે ઠંડીમાં વધારો થશે. હિમાચલ, ઉત્તરાખંડ અને કાશ્મીરમાં પહેલેથી જ બરફ પડી રહ્યો છે. જેના કારણે મેદાની વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. એકંદરે આજથી ઘણા રાજ્યોમાં હવામાનમાં ફેરફાર થવાનો છે.
ખાનગી કંપની સ્કાયમેટે પણ કહ્યુ છે કે આજથી આગામી ત્રણ દિવસ તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, આસામમાં ભારે વરસાદ પડી શકે છે. વળી, દિલ્લી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હળવા વરસાદની સંભાવના છે. જ્યારે પહાડો પર બરફ પડી શકે છે અને તેથી એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
પંજાબ, હરિયાણા, રાજસ્થાન, દિલ્લી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ૧૦થી ૧૨ નવેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ખાનગી કંપની સ્કાયમેટે કહ્યુ છે કે આગામી ૨૪ કલાકમાં દિલ્લી સહિત દેશના ઘણા રાજ્યોમાં વરસાદ પડી શકે છે.HS1MS