ઝાલોદ ખાતે ST વિભાગના નિવૃત્ત કર્મચારીનો સ્નેહમિલન સમારંભ યોજાયો
ઝાલોદ:એસટી વિભાગના નિવૃત્ત કર્મચારીઓને વખતો વખતના લાંબો ન મળતાં ચર્ચા વિચારણા કરી રણનીતિ નક્કી કરવામાં આવી
પ્રતિનિધિ સંજેલી, (ફારુક પટેલ) ઝાલોદ ખાતે આવેલ જલાઇ માતાના મંદિરેગુજરાત મજૂર યુનિયન નિવૃત્ત એસટી કર્મચારીનો સ્નેહમિલન સમારંભ યોજવામાં આવ્યો હતો કર્મચારીઓને થતાં અન્યાયની ચર્ચા વિચારણા કરવામાં આવી નિગમના નિવૃત્ત કર્મચારીઓને 1995 થી પેન્શન સ્કીમ આપવામાં આવે છે ત્યારે ગુજરાતમાં એસટી કોર્પોરેશનના નિવૃત્ત કર્મચારીઓને શાથે અન્યાય થતાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે જો યોગ્ય ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે
ઝાલોદ ખાતે આવેલ જલાઇ માતાના મંદિરે એસટી નિવૃત્ત કર્મચારીનો સ્નેહમિલન સમારંભ યોજાયો હતો નિગમના નિવૃત્ત કર્મચારીઓને 1995 થી પેન્શન સ્કિમ આપવામાં આવે છે ત્યારે ફક્ત ગુજરાત એસટી કોર્પોરેશન તથા ગુજરાત વિદ્યુત કોર્પોરેશન જે ઓલ ઇન્ડિયામાં સારામાં સારું સુગમ વહીવટ ધરાવતું મોટું કોર્પોરેશન હોવા છતાં પણ આ કોર્પોરેશનના નિવૃત્ત થયેલા કર્મચારીઓને લાભ આપવામાં આવતો નથી સરકારના સમગ્ર કર્મચારીઓને પેન્શનનો લાભ જાહેર કરવામાં આવે છે
તે લાંબો ફક્ત અેસ ટી અને વિદ્યુત બોર્ડના નિવૃત્ત કોર્પોરેશનને અસર કરતા નથી ત્યારે આ કર્મચારીઓને મોંઘવારી ન ડતી નથી શુ? હાલ મુખ્યમંત્રી દ્વારા મિનિમમ પેન્શન યોજના જાહેર કરેલછે તેમજ છઠ્ઠા પગાર ધોરન થી પણ વંચિત રાખવામાં આવ્યા છે ચાલુ સરકારમાં બેઠેલી સત્તાધારી પક્ષ અવનવી જાહેરાતો કરે છે પરંતુ ગુજરાત એસટી કોર્પોરેશનને બાકાત રાખે છે નિવૃત્ત કર્મચારીઓને મિનીમમ વેજીસ એક્ટના કાયદા મુજબ પેન્શન મોંઘવારી લાગુ કરી વખતો વખતના વધતા લાભો આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવું મંડળના પ્રમુખ વિનય સાધુ અને મહામંત્રી એસ ડી કટારા દ્વારા દિલ્હી ગાંધીનગર ની ઉચ્ચ કક્ષાએ લેખિત રજૂઆત કરવામાં આવી છે