મૃતક મહિલાનો ફોટો લગાવી બોગસ દસ્તાવેજના આધારે છેતરપીંડી કરી

યુએસમાં રહેતા દંપત્તિની ખોટી સહી કરી પાંચ કરોડની જમીન હડપી
(એજન્સી) અમદાવાદ, બોપલના લપકામણ ગામની સીમમાં શિલ્પગ્રામ-ર માં આવેલી અંદાજીત એક કરોડની કિમતની જમીનનો પ્લોટ આરોપીએે અમેરીકામાં રહેતા દંપત્તિની ખોટી સહીઓ કરી હડપી લીધાની ફરીયાદ થઈ છે. બોપલ પોલીસે બે શખ્સ સામે સોમવારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આરોપીઓએે મૃત નોટરી રૂબરૂનો જનરલ પાવર ઓફ અર્ટની તયાર કરી દંપત્તિની ખોટી સહી કરી તેમજ ર૪ વર્ષ અગાઉ મૃત્યુ પામેલી મહિલાનો ફોટો લગાવી છેતરપીંડી આચરી હતી.
જમીન લે-વેચનો વેપાર કરતા અનેે શિલજ બ્રિજ પાસે આવેલી કાવેરી પ્રથમમાં રહેતા બ્રિજેશ પ્રાણલાલ પટેલ (ઉ.વ.૪૬)એ બોપલ પોલીસ સ્ટેશનમાં હિતેષભાઈ શંકરભાઈ પટેલ રહે. સબાપુરાવાળ, કોઈન્તીયા, દેત્રોજ અને ગઢવી જીતુભા દેવુભાઈ વિરૂધ્ધ ફરીયાદ કરી છે.
જે મુજબ ફરીયાદીના પિતા પ્રાણલાલ પટેલના પહેલાં પત્ની ચંપાબેન પટેલનુૃ ૧૯૮૯માં અવસાન થયુ હતુ. એ પછી પ્રાણલાલભાઈએ નીમાબેન વ્યાસ સાથેે બીજા લગ્ન કર્યા હતા. પ્રાણલાલ પટેલ અને નિમાબેન ર૦૧૬માં ભારત આવ્યા બાદ અમેરીકાથી પરત ફર્યા નથી.
પ્રાણલાલ પટેલ અને નિમાબેન વ્યાસે ર૦૧૦માં શિલ્પગ્રામ-રમાં એક હજાર વારનો પ્લોટ વેચાણ દસ્તાવેજ કરી લીધો હતો. જાે કે ર૦ર૧માં ટાઈટલ ક્લિયર માટે નોટીસ આવતા ફરીયાદીએ ે આ પ્લોટ તેમના પિતાનો હોવાનુૃ અને આ અંગે ટાઈટલ ક્લિયર ના આપવા માટે વકીલને રૂબરૂ વાંધા અરજી આપી હતી.
તે પછી ફરીયાદીએ આ જમીન અંગેેના કાગળો કઢાવતા વિગતો મળી કે હિતેષભાઈ શંકરભાઈ પટેલે પ્રાણલાલભાઈ પટેલ અને તેમના પત્ની નિમાબેનની ખોટી સહીઓ કરીને તેમજ પ્રાણલાલભાઈના ર૪ વર્ષ પહેલાં મૃત્યુ પામેલા પત્ની ચંપાબેનનો ફોટો લગાવી જનરલ પાવર ઓફ એટર્ની જે નોટરી રૂબરૂ તૈયાર થયાનું બતાવ્યુ હતુ. તેઓ પણ અગાઉ મૃત્યુ પામ્યા હતા.
આમ, નોટરીની પણ ખોટી સહી અને સિક્કા કરીને આરોપીઓએ જમીન હડપ કરી લેવા સમગ્ર કાવતરૂ પાર પાડ્યુ હોવાનો બનાવ અૃગે બોપલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.