70% ભારતીયો ઘરની બહાર હોય છે ત્યારે બાળકો પર નજર રાખવા CCTV થી શાંતિ અનુભવે છે
સીક્યોરિટી સોલ્યુશન્સનો “બાળદિવસ” માટેનો સર્વે પુષ્ટિ કરે છે કે, ભારતીયો ઘરથી દૂર હોય ત્યારે તેમના બાળકો સાથે સંપર્કમાં રહેવા ટેકનોલોજી અને પડોશીઓ પર નિર્ભર રહેવાનું શીખી રહ્યાં છે ~
જ્યારે ભારતીયો ઘરની બહાર હોય છે, ત્યારે તેમની મુખ્ય ચિંતા તેમના પરિવારજનો માટેની ચિંતા એકસમાન રીતે બિમારી અને ઇજાથી સુરક્ષા (51 ટકા ઉત્તરદાતાઓ માટે) અને ચોરી કે લૂંટનું નિવારણ (49 ટકા ઉત્તરદાતાઓ માટે) વહેંચાયેલી છે ~
જ્યારે માતાપિતાઓ પોતાના બાળકો માટે શ્રેષ્ઠ જીવન જીવવા જીવનનાં અવરોધો પાર પાડવા તેની સાથે તાલમેળ સ્થાપિત કરે છે, ત્યારે તેમને ઘરે તેમના બાળકોને લઈને ચિંતામુક્ત થવામાં મદદ ન મળી શકે એવું બને છે. જ્યારે લોકો રોજગારી માટે મેટ્રો શહેરોમાં જાય છે, 70% Indians admit to feel mentally at peace with a security product enabling them to see their child at home while they were away at work
ત્યારે તેમના બાળકોના ઉછેર માટે સાથસહકાર મેળવવા ઘણી વાર તેમના માતાપિતા પર નિર્ભર રહે છે. મહામારીના ગાળામાં આ ટ્રેન્ડ બદલાઈ ગયો છે. જ્યારે લોકો બહાર હોય છે ત્યારે તેમના બાળકો સાથે સંપર્કમાં રહેવા લોકો માટે સૌથી વધુ લોકપ્રિય વિકલ્પ વૃદ્ધ માતાપિતા છે, ત્યારે લોકો ટેકનોલોજી અને તેમના પડોશી પર પણ નિર્ભર રહેવાનું શીખી રહ્યાં છે.
આ સંદર્ભમાં ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બૉય્સના ડિવિઝન ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સે ‘બાળદિવસ’ની એડિશનનો અભ્યાસ “ડિકોડિંગ સેફ એન્ડ સાઉન્ડઃ ઇન ધ ઇન્ડિયન કન્ટેક્સ્ટ” પ્રકાશિત કર્યો છે, ખાસ કરીને ઘરની સલામતીની ચિંતા અને અમલીકરણ વચ્ચે વધતા ગેપના સંદર્ભમાં.
ટેક ગેજેટ્સ પર લોકોની નિર્ભરતાએ તેમને ઘરની બહાર હોય ત્યારે તેમના પરિવારજનો સાથે સંપર્કમાં રાખવામાં મદદ કરી છે. આ પ્રકારના લોકોની સંખ્યા વર્ષ 2021માં 9 ટકાથી વધીને વર્ષ 2022માં લગભગ બમણી એટલે 17 ટકા થઈ છે. અભ્યાસમાં ખુલાસો થયો હતો કે, ભારતીયો માટે ‘સેફ એન્ડ સાઉન્ડ’નો આધાર ત્રણ સંદર્ભ પર આધારિત છેઃ સારું સ્વાસ્થ્ય, પ્રોપર્ટીની સલામતી અને ટેકનોલોજી સલામતી.
ચાલુ વર્ષે ભારતીયોની મુખ્ય ચિંતા તેઓ ઘરની બહાર હોય ત્યારે તેમના બાળકો કે માતાપિતાઓની છે. સર્વેમાં એકસમાન રીતે તમામ શહેરોમાં 51 ટકા ઉત્તરદાતાઓએ ‘બિમારી અને ઇજા’ અને 49 ટકા ઉત્તરદાતાઓએ ચોરી કે લૂંટ નિવારવાની ચિંતા વ્યક્ત કરી હતી. એની સરખામણીમાં ગયા વર્ષે ઉત્તરદાતાઓ સ્વાસ્થ્યને લઈને વધારે ચિંતિત હતા,
જેમાં 81 ટકા ઉત્તરદાતાઓએ તેમની મુખ્ય ચિંતા કોવિડ-19 મહામારીને લઈને સ્વાસ્થ્યની વ્યક્ત કરી હતી. આ તારણો સંકેત આપે છે કે, ભારતની ઘરની સલામતીની ચિંતાઓ પ્રોપર્ટી અને કોવિડ-19 પછી સ્વાસ્થ્ય વચ્ચે પુનઃસંતુલિત થઈ છે.
ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સના બિઝનેસ હેડ શ્રી પુષ્કર ગોખલેએ કહ્યું હતું કે “પરિવારજનોની કાળજી રાખવા અને અલ્ટ્રા-અર્બન જીવનની માગમાં સંતુલન સ્થાપિત કરવું મોટો પડકાર બની શકશે. પરિવારના સભ્યોની સારસંભાળમાં બાળકોને છોડવા કે દાદાદાદી પાસે બાળકોને રાખવા અને કામે જવું ખરેખર મુશ્કેલ છે. એનો અર્થ છે – તેમની સલામતીને લઈને સતત ચિતા અને તેમની બરોબર સારસંભાળ થશે કે નહીં એની ચિંતા.
એ જ રીતે લોકો ઘરની બહાર હોય છે ત્યારે તેમને તેમની પ્રોપર્ટી અને ચીજવસ્તુઓની ચિંતા હોય છે. ટૂંકમાં મહામારીએ લોકોને ઘર પર નજર રાખવા માટેની વધતી જરૂરિયાતનો અહેસાસ કરાવ્યો છે, જેનો ઉદ્દેશ પ્રોપર્ટીની સલામતીની સાથે કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએથી તેમના પરિવારજનોન પર રાખવાની ચિંતા સામેલ છે.
અભ્યાસમાં અમને જાણકારી મળી છે કે, ગયા વર્ષની સરખામણીમાં લોકો તેમના ઘરે મદદ પર ઓછા નિર્ભર રહેવાનું શીખ્યાં છે તથા તેઓ ટેકનોલોજી અને સીક્યોરિટી સોલ્યુશન્સ પર વધારે નિર્ભર થયા છે, જ્યારે તેઓ બહાર હોય છે, ત્યારે તેમના બાળકો સાથે સંપર્કમાં રહેવા પડોશીઓ પર વધારે નિર્ભર છે.
આગામી બાળદિવસના પ્રસંગે અમારો ઇરાદો બાળકોની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા ઉચિત રીતો અને ઉપકરણો અપનાવવા વિશે જાગૃતિ લાવવાનો છે. આ અભ્યાસનો મુખ્ય લક્ષ્યાંક હતો – ઉપલબ્ધ વિકલ્પો વિશે વ્યક્તિઓને જાણકારી આપવાનો, સલામતીનું મહત્વ સમજાવવાનો અને હોમ સીક્યોરિટી સિસ્ટમ્સ કેવી રીતે તેમના રુટિનને સલામત, વધારે સુવિધાજનક અને લવચિક બનાવી શકે છે એ દર્શાવવાનો.”
જ્યારે લોકો ઘરથી દૂર હોય, ત્યારે તેમના બાળકો સાથે જોડાયેલા રહેવા માટે સર્વેમાં વધુ ખુલાસો થયો હતો કે, ગયા વર્ષના 49 ટકાની સરખામણીમાં ફક્ત 38 ટકા ઉત્તરદાતાઓ તેમના પોતાના માતાપિતા નિર્ભર રહે છે. સાથે સાથે ગયા વર્ષે 26 ટકા ઉત્તરદાતાઓની સરખામણીમાં ફક્ત 15 ટકા ઉત્તરદાતાઓ મદદ માટે તેમના ઘર પર નિર્ભર છે.
સર્વેમાં ઘરની બહાર હોય ત્યારે ચાલુ વર્ષે પડોશીઓ પર વધારે નિર્ભરતાનો સંકેત પણ મળ્યો છે, જેમાં ગયા વર્ષે 9 ટકાની સરખામણીમાં ચાલુ વર્ષે 17 ટકા ઉત્તરદાતાઓ પડોશીઓ પર નિર્ભર છે.
આ અભ્યાસ ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સ દ્વારા 7 ભારતીય શહેરોમાં હાથ ધરવામાં આવ્યો હતો. અભ્યાસના મુખ્ય તારણો ફિજિટલ સોલ્યુશન્સ માટે આવશ્યક જરૂરિયાત હતી. લોકો કામ માટે બહાર હોવાથી અને ઘરે બાળકો હોવાથી હોમ કેમેરા તેમની સાથે જોડાયેલા રહેવાની પરોક્ષ કે કોઈ પણ પ્રકારની પ્રત્યક્ષ દખલ વિનાની રીત છે.
ભારતમાં હોમ કેમેરા માટેનું બજાર અંદાજે રૂ. 300 કરોડનું છે અને ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સ વર્ષ 2022 સુધીમાં આ બજારનો 15 ટકા હિસ્સો ઝડપવાની યોજના ધરાવે છે. ઘરે સુરક્ષા વધારે મજબૂત કરવા બ્રાન્ડ મુખ્ય શહેરો અને બજારોમાં 2000 સ્થાનિક રિટેલર્સ અને ચેનલ પાર્ટનર્સ સાથે જોડાણ પણ ધરાવે છે.
ગોદરેજ સીક્યોરિટી સોલ્યુશન્સના ‘ડિકોડિંગ સેફ એન્ડ સાઉન્ડઃ ઇન ધ ઇન્ડિયન કન્ટેક્સ્ટ’ અભ્યાસની પદ્ધતિ
ઉપરોક્ત તારણો ઇનોવેટિવ રિસર્ચ સર્વિસીસ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધન ફિલ્ડવર્ક પર આધારિત છે, જે માટે 7 શહેરોમાં 2,138 ઉત્તરદાતાઓ સાથે પ્રત્યક્ષ અને ટેલીફોનિક ઇન્ટરવ્યૂ લીધા હતા. આ 7 શહેરોમાં સામેલ છે – દિલ્હી, મુંબઈ, બેંગલોર, ચેન્નાઈ, અમદાવાદ, કોલકાતા અને પૂણે. ઉત્તરદાતાઓ ઉપરોક્ત શહેરોમાંથી 18થી 54 વર્ષની વયજૂથના લોકોના સેમ્પલનું પ્રતિનિધિત્વ કરે છે, જેઓ વિવિધ વ્યવસાયો અને વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંકળાયેલા છે.