અરવલ્લી જીલ્લાના લુસડીયા ગામે સતિ સુરમલદાસ જયંતીની ધામ ધૂમથી ઉજવણી
ગુજરાત: રાજસ્થાન અને મહારાષ્ટ્ર ના ભાવી ભક્તોની ભારે ભીડ અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના શામળાજી થી 12 કિમી દૂર છેવાડા ટ્રાયબલ વિસ્તારમાં આદિવાસી સમાજ નું આસ્થા નુ મોટુ ધામ લુસડીયા ગામે સતિ સુરમલદાસ નુ છે.જયાં દર વર્ષે ની જેમ ગત વર્ષ ખુબ ધામધૂમ થી સતિ સુરમલદાસ ની જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં દેશી ભાષામાં ભજનો ગાતા નાચતા કુદતા હાથો ધૉળી ધજાઓ લઇ રાજસ્થાન. મધ્ય પ્રદેશ અને ગુજરાત માં થી .હજારો ભક્તોની ભારે ભીડ આવે છે.અહીંયા અંગ્રેજો વખતે સુરમલદાસ ની ભારે પરીક્ષા લેવામાં આવી હતી અને સુરમલદાસ અંગ્રેજો ની કસોટી પાસ થયા હતા..ત્યારે આદિવાસી સમાજ માં ધામિઁકતા નો ઉદય થયો હતો.
સુરમલદાસ દ્વારા માથા પર લાલ રંગ નુ ફાળિયુ બાંધેલું હોય એને વેઠ ના કરાવતા જે મારો આસ્થા નો ભક્ત હશે એવી વાત મુકી અંગ્રેજો રાજાશાહીમાં ધામિઁકતાનુ શિક્ષણની શરૂઆત કરી હતી. તેને લઇ ને આજે સુરમલદાસ ની જયંતી ની ઉજવણી કરવામાં આવે છે. આસો માસમાં સૈ દિવાળી નુતનવષઁ અને ભાઇબીજ ની ઉજવણી કરી નવા ઉત્સવનો ઉમંગ મેળવે છે જયારે આસો સુદ પુનમ દરેક મંદિરો માં દેવો માટે દેવ દિવાળી તરીકે ઉજવણી કરે છે.