Western Times News

Gujarati News

અમદાવાદ મ્યુનિ. ફાયર વિભાગનો અણઘડ વહિવટઃ પંચરવાળા પણ રોકડા રૂપિયા માંગે છે

પ્રતિકાત્મક

નાના વહેપારીઓના છ-છ મહિનાથી પેમેન્ટ બાકી

છ માસ કરતા વધુ સમયથી પેમેન્ટ બાકી હોય તેવા વેપારીઓની યાદી

• વાડીયા બોડી બિલ્ડર્સ • ફાયર બ્રિગેડના નવા વાહનો બનાવવા તથા તેને રીપેરીંગ કામ કરનાર વેપારી • પ્રમુખ એન્ટરપ્રાઈઝ • શ્રી હરી ટ્રેડીંગ ટેકનીકલ તથા કન્ટીજન્સીને લગતા નાના-નાના સાધનો વસ્તુઓ સપ્લાય કરનાર વેપારી • ક્રિશ્રા એર ઃ ફાયર બ્રિગેડના વાહનોના નાના રીપેરીંગ કરનાર વેપારી • બ્રીજબાસી ઃ ફાયરબ્રિગેડ માટે સ્નોરકેલ / ઊંચી સીડીઓ તથા વાહનો બનાવનાર કંપની • એનલોન ઃ ફાયરના ખાસ પ્રકારના વાહનો બનાવનાર અને રીપેરીંગ કરનાર કંપની.

(પ્રતિનિધિ) અમદાવાદ, ગુજરાતમાં દિવાળી સમયે વહેપારીઓને પેમેન્ટ ચુકવવાની પ્રથા છે. રાજય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ દિવાળીના તહેવારો અગાઉ નાના-મોટા વહેપારીઓ અને કોન્ટ્રાકટરોને પેમેન્ટ ચુકવવામાં આવે છે

પરંતુ અમદાવાદ મ્યુનિ. ફાયર બ્રિગેડના અધિકારીઓની નિષ્ક્રિયતા અને બેદરકારીના કારણે ફાયર વિભાગમાં માલ સામાન સપ્લાય કરનાર વહેપારીઓ તેમજ નાના મોટા રીપેરીંગ કરનાર ટેકનીશયનોના પેમેન્ટ થયા ન હતાં જેના કારણે નાના વહેપારીઓની દિવાળી બગડી છે. ચોંકાવનારી માહિતી મુજબ ફાયર વિભાગમાંથી છેલ્લા છ મહિનાથી કોઈ જ પેમેન્ટ થયા નથી જેના કારણે ટાયર પંચર કરનાર પણ હવે બાકી રાખવા તૈયાર નથી.

અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા દિવાળી સમયે તમામ વહેપારીઓ અને કોન્ટ્રાકટરોને પેમેન્ટ ચુકવાય તે માટે રાજય સરકારે ત્રણ મહિનાની એડવાન્સ ગ્રાન્ટ આપી હતી. પરંતુ અમદાવાદ ફાયર બ્રિગેડના સદંતર ખાડે ગયેલા, અણઘડ, બેજવાબદાર વહીવટને પરીણામે અને માત્ર ફાયર એન.ઓ.સી.માં જ રસ દાખવતા ઉચ્ચ અધિકારીઓએ નાના મોટા વેપારીઓનું પેમેન્ટ દિવાળી પહેલા તમામ વહીવટી પ્રક્રિયા પુરી નહી જ કરાતા મોટાભાગના ફાયર ખાતાના વેપારીઓના પેમેન્ટ હજી પણ થઈ શક્યા નથી.

રાજકીય વગ અને નાણાંના જાેરે અનુભવમાં મસમોટા મીંડાળા હોવા છતા લાગવગથી ચીફ ફાયર ઓફિસર અને એડીશનલ ચીફ ફાયર ઓફિસર બની બેઠેલા આ સતત નાકામ રહેલા, વહીવટી સત્તાને વખતોવખત સંતોષકારક જવાબ નહી આપી શકવાના કારણે વાહનોના રીપેરીંગથી લઈને ખરીદી સુધીની કામગીરીની સત્તા ફાયર બ્રિગેડ પાસેથી આંચકી લઈ સેન્ટ્રલ વર્કશોપને સોંપવામાં આવી છે.

ફાયર ખાતા વાહનોના ટાયરોમાં પંચર પડ્યા હોય કે વ્હીલ એલાયમેન્ટના કામ હોય કે રેડીયેટર લીક થઈ જવાના કામ કે એન્જીનના ઓઈલના પેકીંગ લીક થવા જેવા નાના કામો પણ તાકીદે હાથ ધરવા પડતા હોય તેવા કામો કોર્પોરેશનની શાખ ઉપર તાત્કાલિક રીપેરીંગ કરી આપતા નાના વેપારીઓના પણ પેમેન્ટ વરસ વરસ સુધી નહી ચુકવાતા,

ખાતાકીય સુત્રો દ્વારા જાણવા મળેલ આધારભૂત માહીતી મુજબ જેતે વેપારીઓએ જુના પેમેન્ટ ના ચુકવાય ત્યાં સુધી ક્રેડિટ ઉપર રીપેરીંગ કામો કરી આપવાની ના પાડી દીધી છે. આ ચીફ ફાયર ઓફિસર અને એડીશનલ ચીફ ફાયર ઓફિસર ના આ ગેરજવાબદાર વહીવટને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાખને પણ બટ્ટો લાગ્યો છે.

આ પ્રમાણે અનેક કંપનીઓના પેમેન્ટ અટકતા વેપારીઓએ માલ સામાન આપવાનુ, રીપેરીંગ કરવાનુ બંધ કરવા માડેલ છે, ટાયરને પંકચર બનાવનાર વેપારીએ હવે રોકડા આપો તોજ ફાયર બ્રિગેડના વાહનોમાં પંચર બનાવી આપીશુ તેમ બે રોકટોક વર્કશોપ સ્ટાફને પરખાવી દીધેલ છે.

તેવી ચોંકાવનાીર અને શરમજનક હકીકત જાણવા મળી રહેલ છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ક્યારેય ફાયરબ્રિગેડમા સાંભળવા મળતુ નહી હતુ તે બીલોની ફાઈલો કલીયર કરવા માટે મોટી રકમની દાન દક્ષીણા આપવી પડે છે. ફાઈલોમાં ભારે વજન મુકવામાં ના આવે તો ફાઈલો ઉડી જાય છે.

ખરીદીની ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેનાર કંપનીઓ/ વેપારીઓ કે જેમને વહીવટી કારણોસર નિયમ મુજબ ઓર્ડર મળેલ ના હોય તેવી કંપનીઓએ નિયમ અનુસાર અર્નેસ્ટ મની / સીક્યોરીટી ડીપોઝીટ (ઈ.એમ.ડી) ભરેલ હોય તેવી કંપનીઓને તેમની ઈ.એમ.ડી/ સીક્યોરીટીની રકમ તાકીદે પરત કરવાની હોય છે પરંતુ છ-છ મહિના સુધી ઈએમડી પણ પરત કરવામાં આવતી નથી તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.