ખેડબ્રહ્મા ભાજપ વિધાનસભા ચૂંટણી કાર્યાલયનો શુભારંભ
(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા છે. ગઈકાલે જ ભાજપના ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર થઈ ગયું હતું. આ લિસ્ટમાં સાબરકાંઠાના ત્રણ ઉમેદવાર જાહેર થયા તેમાં ખેડબ્રહ્મા વિધાનસભાના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિનભાઈ કોટવાલનું નામ જાહેર થતાં ખેડબ્રહ્મા વિજયનગર અને
પોશીનામા તાલુકાના ગામોમાં આનંદનું મોજુ ફરી વળ્યુ હતું. આજે બપોરે ખેડબ્રહ્મા વિધાનસભા ચૂંટણી કાર્યાલય નો શુભારંભ જૂની આરાધના સિનેમા સ્થળે બનાવાયેલ નવા કોમ્પલેક્ષમાં શુભ મુહૂર્તમાં કરાયો. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ભગવાન આગળ દીપ પ્રાગટ્ય કરી કાર્યાલયનું શુભારંભ કરાયો.
કાર્યાલયના શુભારંભ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ ધીરુભાઈ પટેલ, શ્રી જશુભાઈ પટેલ, નટવરસિંહ બાપુ, ગજેન્દ્રભાઈ સક્સેના, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ભોજાભાઇ મકવાણા, ઉમેદવાર અશ્વિનભાઈ મકવાણા વિગેરે એ વિધાનસભાની ચૂંટણીમાં ખભે ખભા મિલાવી લોકો સુધી ભાજપ સરકારના કરેલા કામો બતાવી ભાજપને મત આપવા માટે આહવાન કરેલ.
ગુજરાતની અન્ય વિધાનસભા સીટો કરતાં પણ વધુ મતોથી અશ્વિનભાઈ કોટવાલ વિજયી થાય તે માટે કાર્ય કરવા આહવાન કરેલ. આ શુભ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ ધીરુભાઈ પટેલ પ્રભારી ગજેન્દ્ર ભાઈ સક્સેના, રવિન્દ્રભાઈ બારોટ, તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ, શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ, સાબર ડેરી વાઇસ ચેરમેન બ્રિજેભાઈ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ભોજાભાઇ મકવાણા, ગુલાબસિંહ બાપુ,
જિલ્લા પંચાયતના ખેતીવાડી સમિતિના ચેરમેન હિતેન્દ્રસિંહ ચૌહાણ, શંકરભાઈ બેગડીયા, જસુભાઈ પટેલ, મૂળજીભાઈ પટેલ, નટવરસિંહ બાપુ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની અંતે સૌને ફળાહાર આપી ગળ્યું મા કરાવ્યું હતું.