Western Times News

Gujarati News

બોગસ ખાતા ધારકોએ 8 ડોલર ચૂકવીને ટિવ્ટરના બ્લુટિક ખરીદ્યા

ન્યુયોર્ક (અમેરિકા) ટ્વીટર ખરીદીને દુનિયાના નંબર વન ધનવાન મુશીબતમાં મુકાઈ ગયા છે! ટ્વીટરના બ્લુટિક માટે 8 ડોલરનો ચાર્જ વસૂલવાના મસ્કના ફેસલાથી નવી મુશીબત ઉભી થઈ છે. અમેરિકામાં અને બોગસ ખાતા ધારકોએ 8 ડોલર ચૂકવીને બ્લુટિક ખરદયા બાદ આ ખાતામાંથી ફેક ટ્વીટ થવા લાગ્યા છે.

જેથી પરેશાન એલન મસ્કે હાલ તુરત બ્લુટિક સબ સ્ક્રાઈબર સેવા પર રોક લગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે મસ્કના ટ્વીટર ખરીદયા પહેલા બ્લુ ટિક માત્ર સેલીબ્રીટીઝ, પત્રકારો, નેતાઓ વગેરેને મળ્યા હતા

અને ટ્વીટર આ ખાતાઓને પ્રમાણિત કરતું હતું. મસ્કના નવા નિયમ અનુસાર હવે એક ફોન, ક્રેડીટ કાર્ડ અને દર મહિને 8 ડોલર ખર્ચવાની ક્ષમતા રાખનાર કોઈપણ શખ્સ બ્લુ ટિક હાંસલ કરી શકે છે.

અમેરિકામાં આવા જ એક શખ્સે દવા કંપની એલી લીલી એન્ડ કંપનીનું બોગસ ખાતુ બનાવી બ્લુ ટિક હાંસલ કર્યું હતું અને પછી તેમાં ટ્વીટ કયુર્ંં હતું કે ઈુસ્યુલીન મફતમાં ઉપલબ્ધ છે! ત્યાર બાદ દવા કંપનીએ જાહેરમાં માફી માગવી પડી હતી.

માત્ર આ જ કંપની નહીં, નાઈનટેનડુ લોકહીડ માર્ટિન અને ખુદ માલિક મસ્કની કંપની ટેસ્લા અને સ્પેસ એકસના બોગસ ખાતે લોકોએ બનાવી લીધા હતા! આ બધી મુશીબતોના કારણે એલન મસ્કે હાલ બ્લુ ટિક સબસ્ક્રીપ્શન પ્રોગ્રામ મોકૂફ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.