આ કારણસર બે હજારની નોટોનું સર્ક્યુલેશન ઘટ્યું
નવેમ્બર ૨૦૧૬માં થયેલી નોટબંધી બાદ ૨૦૦૦ રૂપિયાના નોટને રિઝર્વ બેન્કે જારી કરી હતી
નવી દિલ્હી, તમારા હાથમાં છેલ્લે ૨૦૦૦ રૂપિયાની ગુલાબી નોટ ક્યારે આવી હતી? કદાચ લાંબો સમય થઈ ગયો હશે કારણ કે આપણા ચલણની સૌથી મોટી નોટનુ સર્ક્યુલેશન અત્યારે ઓછુ થઈ ગયુ છે.
રિઝર્વ બેન્કે પોતાના વાર્ષિક રિપોર્ટમાં આ મુદ્દે મોટી જાણકારી આપી છે. રિઝર્વ બેન્કના વાર્ષિક રિપોર્ટમાં ૨૦૦૦ રૂપિયાના નોટના ઘટાડાને મુદ્દે મોટુ કારણ સામે આવ્યુ છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના વાર્ષિક રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦, નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ અને નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં ૨૦૦૦ રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી. આ જ કારણોસર ૨૦૦૦ રૂપિયાની નોટનુ સર્ક્યુલેશન ઓછુ થઈ ગયુ છે.
નવેમ્બર ૨૦૧૬માં થયેલી નોટબંધી બાદ ૨૦૦૦ રૂપિયાના નોટને રિઝર્વ બેન્કે જારી કરી હતી. ૮ નવેમ્બર ૨૦૧૬એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એલાન બાદ ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાના તમામ નોટ ચલણમાંથી બહાર થઈ ગયા હતા. આ કરન્સીના બદલે રિઝર્વ બેન્કે ૫૦૦ અને ૨૦૦૦ રૂપિયાની નવી નોટ જારી કરી હતી.
રિઝર્વ બેન્કનુ માનવુ હતુ કે ૨૦૦૦ રૂપિયાની નોટ તે નોટની વેલ્યુની ભરપાઈ સરળતાથી કરી દેશે જેને ચલણમાંથી બહાર કરી દેવાઈ હતી. રિપોર્ટ અનુસાર ૨૦૦૦ રૂપિયાના નોટને જારી કરવાથી બાકી નોટોની જરૂર ઓછી પડી.
૩૧ માર્ચ ૨૦૧૭એ સર્ક્યુલેશન વાળા નોટની વેલ્યુમાં ૨૦૦૦ રૂપિયાના નોટની ભાગીદારી ૫૦.૨ ટકા હતી. ૩૧ માર્ચ ૨૦૨૨એ સર્ક્યુલેશન વાળા કુલ નોટની વેલ્યુમાં ૨૦૦૦ રૂપિયાના નોટની ભાગીદારી ૧૩.૮ ટકા હતી. જાેકે, રિઝર્વ બેન્કે ૨૦૦૦ રૂપિયાની નોટને બંધ કરી નથી પરંતુ આનુ છાપવાનુ બંધ થઈ ગયુ છે.
દેશમાં ૨૦૦૦ની નોટ સૌથી વધુ ચલણમાં વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન રહી. આ દરમિયાન બજારમાં ૨૦૦૦ની ૩૩,૬૩૦ લાખ નોટ ચલણમાં હતી. આનુ કુલ મૂલ્ય ૬.૭૨ લાખ કરોડ રૂપિયા હતુ. ૨૦૨૧માં મંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં આ જાણકારી આપી હતી કે છેલ્લા બે વર્ષથી ૨૦૦૦ રૂપિયાના એક પણ નોટને છાપવામાં આવી નથી. સરકારની સાથે વાતચીત કર્યા બાદ નોટને છાપવાને મુદ્દે ર્નિણય કરે છે. એપ્રિલ ૨૦૧૯ બાદથી કેન્દ્રીય બેન્કે ૨૦૦૦ રૂપિયાની એક પણ નોટ છાપી નથી.
૨૦૦૦ રૂપિયાની નોટ છપાઈ ન હોવાના કારણે આ લોકોના હાથમાં હવે ઓછી જાેવા મળી રહી છે. આ કારણ છે કે એટીએમમાંથી પણ ખૂબ ઓછી જ આ નોટ નીકળી રહી છે. રિઝર્વ બેન્ક આગામી સમયમાં આને છાપવાનુ શરૂ કરશે કે નહીં. તેની પર અત્યાર સુધી કોઈ પણ સત્તાકીય જાણકારી સામે આવી નથી.