પુતિન ટિટ-ફોર-ટેટ ફોર્મ્યુલાને અનુસરી રહ્યા છે
રશિયાનો અમેરિકાના ૨૦૦ નાગરિકના પ્રવેશ પર પ્રતિબંધ -એવું મનાય છે કે પુતિને આ ર્નિણય અમેરિકા દ્વારા પોતાના પર લગાવવામાં આવેલા પ્રતિબંધોના બદલામાં લીધો છે
મોસ્કો, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટિટ-ફોર-ટેટ ફોર્મ્યુલાને અનુસરી રહ્યા છે. તેમણે અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડનના પરિવારને લઈને આવો ર્નિણય લીધો છે, જેમાં આ ફોર્મ્યુલા જાેવા મળી રહી છે. હકીકતમાં, રશિયાએ ૨૦૦ અમેરિકન નાગરિકોને રશિયામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે.
આ ૨૦૦ નાગરિકોમાં અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઇડનની બહેન અને બે ભાઈઓનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે પુતિને આ ર્નિણય અમેરિકા દ્વારા પોતાના પર લગાવવામાં આવેલા પ્રતિબંધોના બદલામાં લીધો છે.
અહેવાલો અનુસાર, વેલેરી બાઇડન ઓવેન્સ, જેમ્સ બ્રાયન બાઇડન અને ફ્રાન્સિસ વિલિયમ બાઇડન પર રશિયાના પ્રવાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલું જ નહીં વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરીન જીન-પિયર પણ આ યાદીમાં સામેલ છે.
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ અમેરિકા સહિત વિવિધ દેશોએ રશિયા પર ઘણા પ્રતિબંધો લગાવ્યા છે. માત્ર અમેરિકા જ નહીં યુરોપના વિવિધ દેશોએ પણ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા હતા. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આ પ્રતિબંધોની ભારે ટીકા કરી રહ્યા છે.
નોંધપાત્ર વાત એ છે કે, ખેરસનમાંથી રશિયન દળોની પીછેહઠ પછી, યુક્રેનની સેનાએ ૧૧ નવેમ્બરે ત્યાં ફરીથી કબજાે કર્યો. યુક્રેનના વિદેશ મંત્રીએ ખેરસનમાંથી રશિયન દળોના પીછેહઠના ર્નિણયનું સ્વાગત કર્યું છે. નોંધનીય છે કે ફેબ્રુઆરીમાં યુક્રેન પર રશિયન સેનાના હુમલા બાદ પહેલીવાર કંઈક આવું બન્યું છે, જેને યુક્રેન પોતાની જીત તરીકે જાેઈ રહ્યું છે.
સોશિયલ મીડિયા પર ઘણા બધા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. તેમાં જાેવા મળી રહ્યું છે કે યુક્રેનના લોકો ત્યાં પોતાની સેનાનું સ્વાગત કરી રહ્યા છે.