Western Times News

Gujarati News

જય શાહને ICC નાણાકીય સમિતિના વડા બનાવાયા

ન્યૂઝીલેન્ડના ગ્રેગોર બાર્કલે ફરી આઈસીસીના અધ્યક્ષ-ગ્રેગોર આગામી બે વર્ષ સુધી આ પદ પર રહેશે

દુબઈ,  ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા ટી૨૦ વર્લ્ડ કપની વચ્ચે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ને નવા અધ્યક્ષ મળ્યા છે. ન્યુઝીલેન્ડના ક્રિકેટ ડાયરેક્ટર અને વકીલ ગ્રેગોર બાર્કલે ફરી એકવાર આઈસીસીના અધ્યક્ષ બન્યા છે. શનિવારે સર્વસંમતિથી તેમની પસંદગી કરવામાં આવી હતી. તેઓ સતત બીજી વખત આ પદ પર ચૂંટાયા છે. BCCI Secretary Jay Shah elected as Head of the Finance and Commercial Affairs Committee of ICC (International Cricket Council)

તે જ સમયે, બીસીસીઆઈ સચિવ જય શાહને આઈસીસી નાણાકીય સમિતિના વડા બનાવવામાં આવ્યા છે. એવું માનવામાં આવતું હતું કે ઝિમ્બાબ્વેના તવેંગવા મુકુહલાની પણ આઈસીસી અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે. પરંતુ, તેમનું નામ પાછું ખેંચાયા બાદ આ પદ માટેની પસંદગી પ્રક્રિયા બિનહરીફ થઈ હતી. બાર્કલે બિનહરીફ ચેરમેન બન્યા. હવે તેઓ આગામી બે વર્ષ સુધી આ પદ પર રહેશે.

માનવામાં આવી રહ્યું હતું કે, બાર્કલે બીજી વખત આ પદ માટે ઉમેદવારી નોંધાવશે નહીં. આવી સ્થિતિમાં આઈસીસીને નવો અધ્યક્ષ મળશે. પરંતુ, બાર્કલેએ તેની મુદત લંબાવવાનું નક્કી કર્યું. ઓકલેન્ડના કોમર્શિયલ વકીલ બાર્કલે નવેમ્બર ૨૦૨૦માં પ્રથમ વખત આઈસીસીના અધ્યક્ષ બન્યા.

તેઓ ન્યુઝીલેન્ડ ક્રિકેટના અધ્યક્ષ પણ હતા. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીનું નામ પણ આઈસીસી અધ્યક્ષ બનવાની રેસમાં હતું, પરંતુ બીસીસીઆઈ પ્રમુખ પદ પરથી હટી ગયા બાદ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે આ માટે નોમિનેશન ફાઈલ કર્યું ન હતું. બીસીસીઆઈની ચૂંટણી પહેલા એવી અટકળો ચાલી રહી હતી કે ગાંગુલી આઈસીસીના અધ્યક્ષ બની શકે છે. અત્યાર સુધીમાં ચાર ભારતીય પ્રશાસકો આ પદ સંભાળી ચૂક્યા છે. આમાં જગમોહન દાલમિયા, શરદ પવાર, એન. શ્રીનિવાસન અને શશાંક મનોહર નાં નામ સામેલ છે.

આઈસીસીના બોર્ડના ૧૬ સભ્યો મળીને તેમના અધ્યક્ષની પસંદગી કરે છે. તેમાં ૧૨ ટેસ્ટ રમનારા દેશો છે. જેમાં ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઈન્ડિઝ, શ્રિલંકા, ઝિમ્બાબ્વે, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, આયર્લેન્ડનો સમાવેશ થાય છે.

આ ૧૨ દેશોનાં એક-એક મત છે અને ત્રણ સહયોગી દેશો મલેશિયા, સ્કોટલેન્ડ અને સિંગાપોર પાસે ત્રણ મત છે. ૧ મત આઈસીસીના સ્વતંત્ર નિર્દેશકને જાય છે જે હાલમાં પેપ્સિકોના ઈન્દિરા નૂયી છે. તેમાંથી ૯ અથવા ૫૧ ટકા મત મેળવનાર ઉમેદવાર આઈસીસીનો નવો પ્રમુખ છે.

અગાઉ, સ્પીકરની પસંદગી માટે બે તૃતીયાંશ બહુમતી જરૂરી હતી, પરંતુ તાજેતરના પ્રસ્તાવમાં તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બીસીસીઆઈની આઈસીસીમાં ખૂબ જ મજબૂત સ્થિતિ છે, કારણ કે બીસીસીઆઈ વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.