કોડીનારના ધારાસભ્ય મોહન વાળાનું રાજીનામું: કોંગ્રેસને ફટકો
(એજન્સી)કોડીનાર, વિધાનસભાની ચૂંટણી ટાણે કોડીનાર કોંગ્રેસમાં કકળાટ સામે આવ્યો છે. સીટીંગ ધારાસભ્ય મોહન વાળાની ટિકિટ કાપી અન્ય ઉમેદવારને જાહેર કરતા કોડીનાર કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો છે. પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ, પૂર્વ ધારસભ્ય અને હાલના ડેલિગેટ સભ્ય, તેમજ સૌરાષ્ટ્ર કારડીયા રાજપૂતના મોભી ધિરસિંહ બારડ અને સીટીંગ ધારાસભ્ય મોહન વાળાનું કોંગ્રેસમાંથી રાજીનામું પડ્યું છે.
કોડીનાર કોંગ્રેસમાં જાેરદાર વિરોધ જાેવા મળી રહ્યો છે. સીટીંગ ધારસભ્ય મોહનભાઇ વાળાની ટિકિટ કપાય છે. જેને લઇ કોડીનારના દેવળી ગામે પૂર્વ ધારસભ્ય અને પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ ધિરસિંહ બારડના ઘરે કાર્યકરો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં મોહનભાઈ વાળાએ પોતાનું રાજીનામુ કોંગ્રેસમાંથી આપવાની વાત કરી છે.
જાેકે, મોહનભાઈ વાળાને કોંગ્રેસે રીપિટ કર્યા હોત તો કોંગ્રેસ માટે આ બેઠક જીતવી સહેલી હતી. પરંતુ જીગ્નેશ મેવાણીની દખલગિરી અને જીદ પકડતા કોંગ્રેસે ચાલુ ધારસભ્યને કાપી અને જીજ્ઞેશ મેવાણીના સમર્થક મહેશ મકવાણાને ટિકિટ આપી હોવાની ચર્ચાને લઈને કોડીનાર કોંગ્રેસમાં ભારે વિરોધ જાેવા મળી રહ્યો છે.
કોડીનાર કોંગ્રેસના દિગ્ગજ અને પ્રતિષ્ઠ વ્યક્તિ ગણાતા અને જૂના કોંગી નેતા તેમજ પૂર્વ ધારસભ્ય ધિરસિંહ બારડે મોહન વાળાની ટિકિટ કપાતા રાજનીતિમાંથી જ સન્યાસ લેવાની જાહેરાત કરી છે. ધિરસિંહ બારડ છેલ્લા બે દાયકાથી કોંગ્રેસને કોડીનાર વિસ્તારમાં જીવતી રાખી છે. પરંતુ આખરે કોંગ્રેસે તેમની અવગણના કરી જેને લઇને ધિરસિંહ બારડે સન્યાસ લેવાનો ર્નિણય કર્યો. જાેકે, કાર્યકર્તાઓને પોત પોતાની રીતે ર્નિણય કરવા જણાવ્યું છે.
કોડીનાર કોંગ્રેસ માટે હોટ ફેવરિટ અને કોંગ્રેસનો ગઢ ગણાતી હતી પરંતુ હવે જ્યારે કોડીનાર કોંગ્રેસમાં કકળાટનો વંટોળ ઊભો થયો છે અને કોડીનાર બેઠક પર કોંગ્રેસે નવા ચહેરા મહેશ મકવાણાને ઉમેદવાર જાહેર કરતા કોંગ્રેસ સામે જ કોંગી નેતાઓની નારાજગી કોંગ્રેસ માટે મુશ્કેલી સર્જી શકે છે.