આણંદ-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: ત્રણના મોત

(એજન્સી)આણંદ, આણંદ-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હાઈવે પર આવેલી ફાર્મા કંપની પાસે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ૩ મુસાફરોના કમકમાટીભર્યા મોત થયા છે. ઈકો ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો.
કન્ટેનર પાછળ ઈકો કાર અથડાતા આ ઘટના બની હતી. જે મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, આણંદ બગોદરા હાઇવે પર ઇકો ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. આણંદ બગોદરા હાઇવે પર ધર્મજ તારાપુરની હદ પર ફાર્મા કંપની પાસે અકસ્માત સર્જાયો હતો.
ઇકો ગાડી હાઇવે પર કન્ટેનર પાછળ અથડાઇ હતી, જેના કારણે અકસ્માત સર્જાયો હતો. ઇકો ગાડીના ચાલકે કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો. કારચાલકે કાબુ ગુમાવતાં કાર હાઇવે પર પાર્ક કરેલા કન્ટેનર પાછળ ઘૂસી ગઇ હતી. આ અકસ્માતમાં ઇકો ગાડીમાં સવાર ત્રણ મુસાફરોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે.
અકસ્માતને પગલે સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ આ ગમખ્વાર અકસ્માતમાં ઇકોમાં સવાર ૩ મુસાફરોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. સ્થાનિક લોકો દ્વારા પોલીસ અને ૧૦૮ની ટીમને અકસ્માત અંગે જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળી રહ્યું છે કે, કારચાલકે કાબુ ગુમાવતાં અકસ્માત સર્જાયો હતો.