રોબોટિક-આસિસ્ટેડ સર્જિકલ સિસ્ટમથી સારવારનો ખર્ચ ઘટશે

પ્રતિકાત્મક
ભારતમાં રોબોટિક-આસિસ્ટેડ સર્જરીને સ્વીકાર્યતામાં વધારોઃ ઇન્ટ્યુટિવે દેશમાં 100મી સર્જિકલ સિસ્ટમ સ્થાપિત કરવાનું સીમાચિહ્ન મેળવ્યું
ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં સ્થિત યુ એન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી ખાતે 100મી રોબોટિક આસિસ્ટેડ સર્જિકલ સિસ્ટમના ઇન્સ્ટોલેશન પ્રસંગે ઉપસ્થિત રહ્યાં
અમદાવાદ, મિનિમલી ઇન્વેસિવ કેરમાં વૈશ્વિક ટેકનોલોજી લીડર અને રોબોટિક-આસિસ્ટેડ સર્જરીમાં પથપ્રદર્શક ઇન્ટ્યુટિવે ભારતમાં દેશના સૌથી મોટા કાર્ડિયાક સેન્ટર યુ એન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીમાં એની 100મી રોબોટિક-આસિસ્ટેડ સર્જિકલ સિસ્ટમ સ્થાપિત કરી છે. ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતમાં યોજાયેલા એક કાર્યક્રમમાં આ ઇન્સ્ટોલેશન થયું હતું.
ઇન્ટ્યુટિવ ઇન્ડિયાના વાઇસ પ્રેસિડન્ટ અને જનરલ મેનેજર મનદીપ સિંઘ કુમારે કહ્યું હતું કે, “ભારતીય સર્જનો અને તેમની કેર ટીમને દર્દીઓની સારવારના ઉત્કૃષ્ટ પરિણામો મેળવવા, દર્દીની સ્થિતિ સુધારવા અને કેર ટીમનો અનુભવ વધારવા માટે મદદ કરવા ઇન્ટિટ્યુટિવ આતુર છે. વળી અમે સારવારનો કુલ ખર્ચ ઘટાડવાનો ઉદ્દેશ પણ ધરાવીએ છીએ.”
શ્રી કુમારે કહ્યું હતું કે, “અમે રોબોટિક-આસિસ્ટેડ સર્જરી સહિત મિનિમલી ઇન્વેસિવ કેરની સુવિધા આપવાની હોસ્પિટલની કટિબદ્ધતાઓને લઈને ખુશ છીએ. ઇન્ટ્યુટિવને ઇન્ટ્યુટિવ ઇકોસિસ્ટમ મારફતે તેના રોબોટિક્સ પ્રોગ્રામ્સ સ્થાપિત કરવા અને એને વેગ આપવા સમગ્ર ભારતમાં હોસ્પિટલોને મદદ કરવા પર ગર્વ છે, જેમાં ટેકનોલોજીની તાલીમ તથા ગ્રાહકને વિશિષ્ટ સપોર્ટ અને સેવા સામેલ છે. વળી વધુને વધુ શહેરી અને ગ્રામીણ વિસ્તારો અદ્યતન સર્જિકલ ટેકનોલોજી અપનાવી રહ્યાં છે, જેને લઈને ઇન્ટ્યુટિવ ઊર્જાવંત છે.”
ઇન્ટ્યુટિવની દા વિન્સી શી સિસ્ટમના ઇન્સ્ટોલેશન પર યુ એન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીના કાર્ડિયોવાસ્ક્યુલર અને થોરેસિક સર્જરીના હેડ ડૉ. ચિરાગ દોશીએ કહ્યું હતું કે, “અમે અદ્યતન અને વાજબી હેલ્થકેર ઓફર કરવા નવી રીતો શોધવા હંમેશા મોખરે રહીએ છીએ,
જેનાથી દર્દીઓની સારવારના વધારે સારાં પરિણામો મળે. ઇન્ટ્યુટિવની દા વિન્સી શી સર્જિકલ સિસ્ટમના ઇન્સ્ટોલેશન સાથે અમને કાર્ડિયોથોરેસિક સર્જરીના ક્ષેત્રમાં શૈક્ષણિક સંશોધન અને રહેવાસી તાલીમ કાર્યક્રમો વધવાની સંભાવના જણાય છે તથા અણે દર્દીની સારવાર અને અનુભવ વધારવા અમારા પ્રયાસો જાળવી રાખીશું.”
તાજેતરના આ સીમાચિહ્ન અગાઉ ઇન્ટિટ્યુટિવ અદ્યતન રોબોટિક ટેકનોલોજી મારફતે ભારતમાં વિચારપૂર્વક અદ્યતન મિનિમલી ઇન્વેસિવ કેર ધરાવે છે, જેને લર્નિંગ, સર્વિસીસ અને સોલ્યુશન્સની નવીન અને વિસ્તરણ થતી ઇકોસિસ્ટમનો ટેકો પ્રાપ્ત છે.
મોટા ભાગના રોબોટિક કાર્યક્રમો દેશમાં અગ્રણી ખાનગી અને સરકારી હોસ્પિટલો, તબીબી સંસ્થાઓ અને રાજ્યની સરકારી મેડિકલ કોલેજોમાં સ્થાપિત છે. 800થી વધારે સર્જનો ઇન્ટ્યુટિવની દા વિન્સી ટેકનોલોજીમાં તાલીમબદ્ધ છે અને એની સ્વીકાર્યતામાં નોંધપાત્ર વધારો કરવા મદદરૂપ થઈ રહ્યાં છે.