અથાગ મહેનત સાથે, કાયદાની પ્રક્રિયાને અનુસરીને વ્યવસ્થિત કોર્ટમાં રજૂઆત કરાશે તો સફળતા તમારા પાછળ દોડતી આવશે – ચીફ જસ્ટીસ અરવિંદકુમાર
સીટીસિવિલ અને સેશન કોર્ટમાં કાર્યક્રમનું આયોજન !
વકીલાતના ૫૦ વર્ષ પૂર્ણ કરનારે પોતાની જિંદગીની મુસાફરી સારી રીતે પૂર્ણ કરી છે – સોનિયાબેન ગોકાણી
તસવીર અમદાવાદ સીટીસિવિલ અને સ્મોલ કોઝ કોર્ટના પટાંગણ માં યોજાયેલ કાર્યક્રમની છે જેમાં ડાબી બાજુની તસ્વીર વરિષ્ઠ ન્યાયમૂર્તિ સુ શ્રી સોનિયાબેન ગોકાણી ની છે વકીલાતના ૫૦ વર્ષ પૂર્ણ કરનાર વકીલોના સન્માનને યાદ કરતા તેમણે કહ્યું હતું કે તેમને જ્ઞાનનો બહોળો અનુભવ છે તેમને સારી રીતે જિંદગીની મુસાફરી પૂર્ણ કરી છે
અને તેમના સારા સ્વાસ્થ્ય માટે શુભકામના કરી હતી સાથે સીટીસિવિલ કોર્ટમાં વકીલાત કરતા નવ વકીલો ની ન્યાયાધીશો તરીકે નિમણુક થતા તે અંગે ખુશી પણ અભિવ્યક્ત કરી હતી બીજી તસવીર હાઇકોર્ટના એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદીની છે ૫૦ વર્ષ પૂર્ણ કરનાર વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓનો સન્માન કર્યું હતું
અને કહ્યું હતું કે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એ ગુરુ તેમણે જુનિયર્સ વકીલોને અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી કહીને જીવનમાં શ્રેષ્ઠ વકીલ બનવા પરિશ્રમ કરવાનું માર્ગદર્શન આપ્યું હતું ત્રીજી તસવીર અમદાવાદ સીટીસી અને સેશન્સ કોર્ટના સુ શ્રી સુભનાબેન બક્ષીની છે તેમને પ્રસંગિક ઉદબોધન કરીને સુપ્રીમકોર્ટના જસ્ટીસ શ્રી મુકેશભાઈ શાહ ચીફ જસ્ટીસ શ્રી અરવિંદ કુમાર જસ્ટિસ સુ શ્રી સોનિયાબેન ગોકાણી એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી સહિત ઉપસ્થિત રહેનાર તમામ ન્યાયાધીશોને ઉપસ્થિત રહેવા અમૂલ્ય સમય ફાળવવા બદલ અભિવાદન કર્યું હતું
પાંચમી તસવીર વકીલાતના ૫૦ વર્ષ પૂર્ણ કરનાર એડવોકેટ શ્રી ઘનશ્યામભાઈ અમીનની છે તેઓએ પ્રસંગે પ્રવચન કરતા જણાવ્યું હતું કે તેઓ ગુજરાત બાર કાઉન્સિલમાં હતા ત્યારે વેલ્ફેર એક્ટ પસાર કરાયો હતો તેથી તેની સાથે તેમના જીવનકાળની સ્મૃતિ તાજી કરી હતી
ચોથી તસવીર ગુજરાત બાર કાઉન્સિલના અગ્રણી અને અમદાવાદ બારના પૂર્વ પ્રમુખ શ્રી પરેશભાઈ જાનીની છે તેમણે કહ્યું હતું કે અમદાવાદ સીટી સિવિલ અને સેશન કોર્ટના બિલ્ડીંગ માટે ૬ માળ ની મંજૂરી મળી હતી તેને ૧૦ માળની મંજૂરી મેળવવા જસ્ટીસ શ્રી મુકેશભાઈ શાહે આપેલા ભાવનાત્મક અને સરકારની સલાહના કરી હતી તથા ચીફ જસ્ટીસ શ્રી અરવિંદકુમારના સીટી સિવિલ સાથેના ભાવનાત્મક સંબંધનો સમન્વય કરી આવકાર આપ્યો હતો
ત્યાર પછીની છઠ્ઠી તસવીર અમદાવાદ બારના પ્રમુખશ્રી જગતભઈ ચોકસીની છે તેમણે ઝડપી ન્યાય મળે એ માટે વકીલોએ કોર્ટને મદદ થવું જાેઈએ એવો અનુરોધ કરી ઉમેર્યું હતું કે નિયમિત સ્ટડી સર્કલ ચાલે છે તેને લઈને સિવિલ જજ તરીકે નવ ન્યાયાધીશો નિયુક્ત થયા છે તે અંગે ગૌરવની ભાવના અભિવ્યક્ત કરી હતી
અને છેલ્લી તસવીર સ્મોલ કોઝ કોર્ટ બારના પ્રમુખ શ્રીમતી વૈશાલીબેન ભટ્ટની છે તેમને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ તમામ મહાનુભાવોનો આભાર માન્યો હતો તથા કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર તમામ ધારાસભ્યોનો પણ આભાર માન્યો હતો
સ્મોલ કોઝ કોર્ટ ના ચીફ જજશ્રી કાદરી સાહેબ ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશો સીટીસિવિલ કોર્ટના ન્યાયાધીશો બાર કાઉન્સિલના સભ્ય શ્રી ભરતભાઈ ભગત, શ્રી દીપેનભાઈ દવે તથા ક્રિમિનલ કોર્ટ જુનિયર્સ બારના ખજાનચી ભાસ્કરભાઈ ભટ્ટ સહિત અનેક વકીલ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ( તસવીર સમાચાર ભરત ઠાકોર તથા કરિશ્મા ઠાકોર દ્વારા)
શ્વેત માર્ડન નામના તત્વચિંતકે કહ્યું છે કે “આત્મવિશ્વાસ જ અદભુત અદ્રશ્ય અને અનુપમ શક્તિ છે જેના આધારે તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો તે જ તમારો આત્મા છે તે જ તમારો પથદર્શક છે”!! જ્યારે ચાર્લ્સ વર્ડવર્થે કહ્યું છે કે “મારા બાપા ખરું કહેતા હતા એવું માણસને જ્ઞાન થાય છે
ત્યાં સુધીમાં તો એનો દીકરો એવું વિચારતો થઈ ગયો હોય છે કે મારા બાપા ખોટા છે”!! અમદાવાદ બાર એસોસિએશન અને સ્મોલ કોઝ કોર્ટ બાર એસોસિએશનના આયોજિત નૂતન વર્ષ મિલન સમારંભ અને સિનિયર એડવોકેટની કારકિર્દીનો સન્માન કરતો પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાઈ ગયો
ખૂબ મહેનત કરો, કાયદાની પ્રક્રિયાને અનુસરો તમારો મુદ્દો વ્યવસ્થિત રજૂ કરો સફળતા તમારા પાછળ દોડતી આવશે – ચીફ જસ્ટીસ શ્રી અરવિંદકુમાર
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટીસ શ્રી અરવિંદ કુમારે સીટીસિવિલ અને સેશન્સ કોર્ટના પટાગણમાં યોજાયેલ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે હું સીટી સિવિલ કોર્ટમાં જઈ રહ્યો છું કે ફાઇવસટાર હોટલમાં? શાહ સાહેબે આ સગવડ આપી છે! તેમણે ૨૦ વર્ષ પૂર્વે એક અકસ્માત કેસ આજે પેન્ડિંગ છે તે બાબતે અત્યંત વેદના સાથે કહ્યું હતું કે ઝડપી ન્યાય એ તમારી જવાબદારી છે દરેકે કઠોર પરિશ્રમ કરવો જાેઈએ તેમને વકીલાતના ક્ષેત્રે કાર્યરત જુનિયર્સ વકીલોને અથાગ પરિશ્રમ કરવા કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવાની આવડત કેળવવા અને મુદ્દાસર કોર્ટમાં રજૂઆત કરવા અનુરોધ કર્યો હતો જેથી સફળતા તમારી પાછળ દોડતી આવશે