Western Times News

Gujarati News

૩પ૦ પગથિયા ચડીને ૧૦૮ની ટીમે દર્દીનો જીવ બચાવ્યો

પ્રતિકાત્મક

અંબાજી, અંબાજી ૧૦૮ની ટીમને તા.૧૩ના રોજ અંદાજે ૧રઃ૩૦ વાગે છાતીમાં દુઃખાવાનો કોલ મળ્યો હતો. તાત્કાલિક અંબાજી ૧૦૮ની ટીમના ઈએમટી અલકાબેન અને પાઈલોટ ગુલાબસિંહ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ત્યાં પહોંચતા માલૂમ પડ્યું હતું

કે દર્દી ગોપાલરામ (ઉંમર અંદાજીત ૭૮ વર્ષ) ગબ્બર ઉપર ચડતા હતા અને અંદાજીત ૩૭૦ પગથિયા ચડયા અને અચાનક છાતીના ભાગે દુઃખાવો થતાં તેમના સગા-વહાલાએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ૧૦૮ને કોલ કર્યો હતો અને ત્યારબાદ ઈએમટી અલ્કાબેન તેમના સાથે પાઈલોટ ગુલાબસિંહની મદદ લઈને જરૂરી સ્ટેચરની સાથે ૩પ૦ પગથિયા ચડીને દર્દી સુધી પહોંચ્યા હતા.

દર્દીને તપાસતા માલુમ પડયું હતું કે, દર્દીને છાતીમાં ખૂબ જ દુઃખાવો અને ચક્કર અને ઉલ્ટીઓ થતી હતી તરત જ સ્ટેચર પર દર્દીને લઈને પર્વત ઉપરથી નીચે ઉતાર્યા બાદ એમ્બ્યુલન્સમાં લીધા હતા અને ત્યારબાદ અમદાવાદ હેડ ઓફિસે હાજર ડોકટરની સલાહ મુજબ જરૂરી સારવાર આપી અને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. દર્દીના સગાએ ૧૦૮ની ટીમનો આભાર વ્યકત કર્યો હતો અને જણાવ્યું હતું કે સાચા અર્થમાં ૧૦૮એ નવજીવન આપનારી કડી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.