Western Times News

Gujarati News

અમદાવાદ નેશનલ બુક ફેરનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ

દાણાપીઠ મલ્ટી લેવલ પાર્કિગ ખાતમુહૂર્ત અને પાંચ એમ્બ્યુલન્સ
વાનનું લોકાર્પણ કરાશે 

અમદાવાદ : અમદાવાદ મ્યુનિ. કોર્પો. દ્વારા પરંપરાગત રીતે નેશનલ બુક ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. બુક ફેરના શુભારંભ સમયે દાણાપીઠ ખાતે તૈયાર થનાર નવા ફાયર સ્ટેશન, સ્ટાફ કવાર્ટસ અને મલ્ટી લેવલ પા‹કગનું ખાતમુહુર્ત કરવામાં આવશે તેમજ પાંચ નવી મોબાઈલ મેડીકલ વાનનું પણ લોકાપર્ણ કરવામાં આવશે. સહેલાણીઓ માટે અને વાંચન રસીકો માટે પ્રથમ વખત સાબરમતી રિવરફ્રંટ ખાતે ફલોટીંગ રીડીંગ બોટનું નવું નજરાણું પણ શરૂ કરવામાં આવશે. રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે તા.૧૪ નવેમ્બરે નેશનલ બુક ફેરનું લોકાપર્ણ થશે.

દેશના તમામ પબ્લિસશર્સ  અને ડિસ્ટ્રીબ્યુટર એક જ સ્થળે ભેગા થાય અને નાગરિકો તેઓના ઉપયોગી અને પસંદગીના પુસ્તકો મેળવી શકે તેમજ નાગરિકોનો વાંચન રસ વધે અને વિવિધ વિષયો અને સાહિત્યો આધારિત પુસ્તકો સરળતાથી મળી રહે તે રીતનું આયોજન કરવામાં આવેલ છે. અમદાવાદ નેશનલ બુક ફેરમાં આયોજકો નક્કી કરેલ સુવિધા મુજબ અમદાવાદ બુક ફેરમાં સ્ટોલનું બુકીંગ કરી શકે તે મુજબ પેમેન્ટની વ્યવસ્થા કરવામાં આવેલ છે. અમદાવાદ નેશનલ બુક ફેરમાં મુલાકાતીઓ માટે પુસ્તક પરબ, થીમ બેઝ્ડ ડેકોરેશન, સંપુર્ણ વાતાનુકૂલિત એક્ઝિબિશન  અને સેમનાર હોલ બનાવવામાં આવેલ છે. આ ઉપરાંત વિશાળ ફ્રી પા‹કગ, મલ્ટી કુઝીન ફુડ કોર્ડ, મેડીકલ હેલ્થની સુવિધા પુરી પાડવામાં આવનાર છે.

અમદાવાદ નેશનલ બુક ફેરમાં જુદા જુદા દિવસોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. સાહિત્યકારો, લોકગીત તથા ગઝલ ગાયકો, કવિ સંમેલન, બાળકો માટે વિવિધ એક્ટીવિટીઓનું આયોજન કરવામાં આવેલ. ઉપરાંત સાહિત્ય સપ્તાહમાં કવિ સંમેલન, યુથ ટોક સીરીઝ, બાળકો માટે સ્ટોરી ટેલીંગ, સ્ટોરી રાઈટીંગ જેવા રસપ્રદ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે.

“સાહિત્ય સપ્તાહ”માં દર વર્ષની જેમ દરરોજ સાહિત્યિક  પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. નગરજનો અને બુક ફેરના મુલાકાતીઓ ગમ્મત સાથે જ્ઞાન મેળવી શકે તેમજ વાંચન કરી શકે તે માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્‌લોટીંગ રીડીંગ બોટ એટલે કે “તરતી લાયબ્રેરી”નું નવું નજરાણું રજુ કરેલ છે.

અમદાવાદ શહેરના ટ્રાફિકના ભારણને ઘટાડવા અને લોકો વાહનોને યોગ્ય રીતે પા‹કગ કરી શકે તેના પ્રયાસના ભાગરૂપે અમદાવાદ શહેરમાં મધ્યઝોન ખાડીયા વોર્ડમાં આવેલ હયાત ૮૦ વર્ષ જુનું દાણાપીઠ ફાયર સ્ટેશન તથા ૪૦ વર્ષ જુના ફાયર સ્ટાફ કવાર્ટસ ડીમોલીશ કરી વિવિધ સુવિધા સભર નવું ફાયર સ્ટેશન, સ્ટાફ કવાર્ટસ અને મલ્ટીલેવલ પાર્કીંગ અંદાજીત કુલ પ૬૬૧.૬૧ ચો.મી. પ્લોટ એરીયામાં કુલ રૂ.૬૩.૦૦ કરોડના ખર્ચે દાણાપીઠ ખાતે બનાવવામાં આવનાર છે. આ મલ્ટી લેવલ પા‹કગને લીધે શહેરીજનોને દાણાપીઠ જેવા ટ્રાફિકના ભારણથી ગીચ એરીયામાં પણ પા‹કગની સુવિધા મળી રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.