Western Times News

Gujarati News

હું લખોટીની રમતમાં ચેમ્પિયન હતીઃ મારા ઘરમાં વિવિધ પ્રકારની લખોટીઓનું કલેકશન છે

બાળકો તડકામાં બહાર જઈને રમીને સમય વિતાવતા અને આમતેમ દોડધામ કરતા તે દિવસો હવે રહ્યા નથી. બાળકો તેમના પાડોશમાં મેદાનોમાં મોટે ભાગે ક્રિકેટ, ઝૂલો અથવા રાઈડ્સ રમે છે. જોકે હવે બહારી રમતોની જગ્યા ગેજેટ્સ, સ્માર્ટફોન્સ અને ટેબ્લેટ્સે લઈ લીધી છે, જેથી બાળકો સતત ઓનલાઈન ગેમિંગમાં ચોંટેલા રહે છે.

બહાર રમવાની સાદી ખુશી રોમાંચક હોય છે. બાળકોનું આસપાસ દોડવું, ગિલ્લી દંડા, કાંચા, પીઠુ વગેરેજેવી રમતો હવે ક્યાંક ગુમ થઈ ગઈ છે. આ બાળ દિવસ પર એન્ડટીવીના  કલાકારો આ લાંબા સમયથી ગુમ થયેલી બાળપણની રમતો વિશે વાતો કરતાં ભાવનાત્મક બની જાય છે અને બાળકોને બહાર જઈને રમવા માટે પ્રોત્સાહન આપે છે. આમાં નેહા જોશી (યશોદા, દૂસરી મા), યોગેશ ત્રિપાઠી (દરોગા હપ્પુ સિંહ, હપ્પુ કી ઉલટન પલટન) અને શુભાંગી અત્રે (અંગૂરી ભાભી, ભાભીજી ઘર પર હૈ)નો સમાવેશ થાય છે.

એન્ડટીવી પર દૂસરી મામાં યશોદાની ભૂમિકા ભજવતી નેહા જોશી કહે છે, “મારું બાળપણ બહુ મોજીલું હતું. હું નાશિકમાં રહેતી અને ઘણા બધા કઝિન્સ આસપાસ રહેતા હતા. અમે ભેગા થતાં ત્યારે ઘણી બધી રમતો રમતા. સંતાકૂકડી સાથે અમે શરૂઆત કરતા હતા.

આ મારી સર્વકાલીન મનગમતી રમત હતી. ઉપરાંત ખોખો અને લગોરી પણ અમે ખૂબ માણતાં હતાં. અમારા વડીલો બહુ ખીજાતા, કારણ કે અમે અમારી રમતોમાં એટલા બધા પરોવાઈ જતા કે તેઓ અમને ઘરે પાછા બોલાવે કે ખાવા બોલાવે તો પણ અમને ભાન રહેતું નહોતું અને અમે બસ રમ્યાં જ કરતાં હતાં. તે રમતની નિર્દોષતા પાછી ક્યારેય નહીં આવી શકે.

ગ્રાફિક્સ અને ઘણા બધા પ્લેયરો સાથે વર્ચ્યુઅલ દુનિયાની મોજ મનઃપૂર્વક અમે ધૂળ, કાદવકીચડ હોય કે કાળઝાળ તાપ હોય તો પણ રમતાં તે રમતો સાથે ક્યારેય સુમેળ નહીં સાધી શકે. આથી આ બાળ દિવસ પર હું આયુધ ભાનુશાલી (કૃષ્ણ) અને અમારા શોના અન્ય બાળકો સાથે અમારા સેટ્સ પર આ રમતો રમવા માગું છું અને અમારા બાળપણના દિવસોની ઝાંખી કરાવતાં મને તે સુંદર યાદોને તાજી કરવા માગું છું.”

એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં દરોગા હપ્પુ સિંહની ભૂમિકા ભજવતા યોગેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, “મારી પાસે બાળપણમાં આવાં ફેન્સી ગેજેટ્સ કે મોંઘાં રમકડાં નહોતાં. છતાં મારા ભાઈ- બહેન અને મારી પાસે વ્યસ્ત રહેવા માટે ઘણી બધી રમતો હતી અને અમને ભાગ્યે જ કંટાળો આવતો હતો.

મને હજુ પણ યાદ છે કે મારા વતનમાં સમરના સ્કૂલના બ્રેક્સમાં મારા બધા ફ્રેન્ડ્સ સાથે ગિલ્લીદંડા રમતા, જેમની સાથે આજે પણ હું સંપર્કમાં છું અને તેમના જીવનમાં ઉત્તમ કામ કરી રહ્યા છે. આ રમક ક્રિકેટ અને બેઝબોલ વચ્ચેનું ફ્યુઝન છે અને હું માનું છું કે તે આજે ક્યાં ગુમ થઈ ગઈ છે.

ગામડાંમાં બાળકો આજે પણ આ રમતો રમે છે, પરંતુ શહેરી બાળકોને આ અદભુત રમતો વિશે કોઈ જાણકારી નથી. મને યાદ છે કે મારા ફ્રેન્ડ્સ અને હું ગિલ્લી દંડા રમતા ત્યારે ગિલ્લી દૂર સુધી જતી હતી, જે પછી અન્ય ટીમ ગિલ્લી પકડી લે તે પૂર્વે અમારે તે સ્થળ સુધી દોડી જવું પડતું હતું. ગિલ્લીદંડાને ઉત્તર પ્રદેશમાં લિપ્પા તરીકે ઓળખવામાં આવે છે.

અમારી બાળપણની યાદો અમારા જીવનનો સૌથી મોટો ખજાનો છે. તો ચાલો, આપણું બાળપણ તાજું કરીએ અને બહારી રમતોની આ સંસ્કૃતિને પાછી લાવીએ. હું દરેક વાલીને તેમના બાળકોને બહારી રમતો, ખાસ કરીને આપણી ભારતીય રમતો આ બાળ દિવસ પર રમવા માટે પ્રોત્સાહન આપવા અનુરોધ કરું છું. દરેકને આ નિમિત્તે બાળ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા.”

એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં અંગૂરી ભાભીની ભૂમિકા ભજવતી શુભાંગી અત્રે કહે છે, “અમારા સમયમાં કાંચા સૌથી લોકપ્રિય રમતમાંથી એક હતી. જોકે આજના બાળકોને અમે રમતા તે બહારી રમતોની મોજ વિશે કોઈ માહિતીનથી તે જાણીને દુઃખ થાયછે. નાની હતી ત્યારે લખોટીઓ મને ગમતી.

હું હંમેશાં તેને ગ્રહ જેવી કલ્પના કરતી અને આજે પણ મારા ઘરમાં વિવિધ પ્રકારની લખોટીઓનું કલેકશન છે. મેં શાળામાં રમવા માટે વિવિધ પ્રકારની લખોટીઓ ખરીદી હતી અને માર ક્લાસમેટ્સ અને હું મારા શાળાના લંચ બ્રેક્સમાં તે રમતા હતા.

તે રમતને કાંચા અથવા ગોલી તરીકે ઓળખવામાં આવે છે. આ રમતમાં અમે અમારી લખોટીથી ચૂંટેલું લક્ષ્ય કાંચાને મારતા અને વિજેતાને બાકી બધા ખેલાડીઓની બધી કાંચા મળી જતી હતી. હું રમતમાં ચેમ્પિયન હતી અને આ રમતને લીધે મારું લખોટીનું કલેકશન વધતું રહેતું હતું (હસે છે).

હું મને સુંદર બાળપણ આપવા માટે મારા વાલીઓની આભારી છું અને મારી પુત્રીને પણ તે આપવા પ્રયાસ કરું છું. તો આ બાળ દિવસને મોજીલો બનાવીએ અને આપણે જે રમીને મોટા થયા તે લાંબા સમયથી ગુમ ગલીઓની રમતો વિશે તેમને શીખવીએ. બાળપણની ઉજવણી કરવાની આ ઉત્તમ રીત  છે અને આપણને ભાવિ પેઢીઓને પણ આ રમતો શીખવવા મદદ થાય છે. તો બાળ દિવસ નિમિત્તે બધાને શુભેચ્છા.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.