સાયકલ રેલી યોજી ‘મતદાન કરો અને કરાવો’નો સંદેશ આપ્યો

(માહિતી) વડોદરા, વિધાનસભા ચૂંટણીઓ મતાધિકાર ના ઉપયોગનો અવસર અને લોકશાહીની મજબૂતી દ્વારા રાષ્ટ્ર સેવાની તક આપે છે. તા.૫ મી ડીસેમ્બર ના રોજ મહત્તમ સંખ્યામાં લોકો મતદાન કરવાની જાગૃતિ દાખવે એ માટે ભારતના ચુંટણી પંચના દિશા નિર્દેશો પ્રમાણે કાર્યક્રમ હેઠળ નિવાસી અધિક કલેકટર અને નોડલ અધિકારી ડો.બી.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ ને જાેડીને મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે.
તેની એક કડીના રૂપમાં આજે શહેર અને જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ એ સૂત્ર પટલો સાથે સાયકલ રેલી યોજીને લોકોને જાતે મતદાન કરો અને બીજાને મતદાન કરવાની પ્રેરણા આપો અને રાષ્ટ્રીય ફરજ અદા કરો એવો ચોટદાર સંદેશ આપ્યો હતો.
જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી દ્વારા આ કાર્યક્રમનું સંકલન કરવામાં આવ્યું હતું. એક હજાર જેટલી શાળાઓના ૫૦ હજાર જેટલા વિદ્યાર્થીઓએ આ મતદાન જાગૃતિ સાયકલ રેલીમાં જાેડાઈ ને લોકશાહી માટે મમત્વ બતાવ્યું હતું.
આ વિદ્યાર્થીઓ એ પોતાના પરિવારમાં અને વિસ્તારમાં લોકોને મતદાન અવશ્ય કરવા માટે સમજાવવાનો સંકલ્પ કર્યો હતો.