Western Times News

Gujarati News

વાહનમાં રહેલા સાધનો હવે ડ્રાઇવરની ગતિ કમાન્ડ કરશે

નવી દિલ્હી : માર્ગ અકસ્માતોને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. આ દિશામાં નવી નવી પહેલ કરવામાં આવી રહી છે. દેશમાં થતા માર્ગ અકસ્માતોને રોકવા માટે પહેલા પણ પગલા લેવામાં આવ્યા હતા અને આ દિશામાં સતત નવા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. યુરોપિયન યુનિયન માર્ગ દુર્ઘટનાને ઘટાડી દેવા માટે જારદાર રીતે કામમાં વ્યસ્ત છે.

યુનિયનના નવા કાનુન મુજબ વર્ષ ૨૦૨૨થી તમામ કારમાં બ્રીથ એનાલાઇઝર અને એક એવા પ્રકારના સોફ્ટવેર ફિટ કરવામાં આવનાર છે જે ડ્રાઇવરોની ગતિને રોકવામાં મદદરૂપ બની શકે છે. કાર સ્ટાર્ટ કરતા પહેલા બ્રીથ એનાલાઇઝરથી લીલીઝંડી મળવાની બાબત પણ જરૂરી રહેશે. કાનુની માત્રા કરતા વધારે પ્રમાણમાં આલ્કોહલ હોવાની સ્થિતીમાં કાર ચાલી જ શકશે નહીં. યુરોપિયન યુનિયનનુ કહેવુ છે કે આ નિયમ અમને ઘાતક ઘટનાઓથી બચાવનાર છે. વર્ષ ૨૦૨૨ના મધ્યથી તમામ નવા મોડલની કારમાં આ પ્રકારની વિશેષ સુવિધાને ફરજિયાત સ્થાપિત કરવાની રહેશે. વર્ષ ૨૦૨૪થી નવા કાયદાને લાગુ કરી દેવામાં આવનાર છે.

આ યોજનાને માર્ચમાં મંજુરી મળી ગઇ હતી. જા કે ગયા સપ્તાહના અંતમાં યુરોપિયન યુનિયને પણ આને હવે મંજુરી આપી દીધી છે. આના કારણે માર્ગ દુર્ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થઇ જશે તેમ તમામ સંબંધિત નિષ્ણાંતો પણ માની રહ્યા છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે કેટલાક સાધનો એવા પણ રહેનાર છે જે ડ્રાઇવરોના બ્રીથ ટેસ્ટ વારંવાર કરી શકે છે. આ ટેસ્ટ એટલા માટે કરવામાં આવનાર છે કે કોઇ ડ્રાઇવર વાહનને પોતાના મિત્રની પાસેથી ચાલુ કરાવીને તો ચલાવી રહ્યો નથી. કારમાં રહેલા આધુનિક સાધનો ડ્રાઇવર દ્વારા સીટ બેલ્ટ ન પહેરવાની સ્થિતીમાં પણ એલર્ટ જારી કરનાર છે. ત્યારબાદ સીટ બેલ્ટ ન પહેરવાની સ્થિતીમાં અંદર રહેલા સાધનોમાં ઉંચેથી અવાજ આવવા લાગી જશે. વાહનની ગતિ વધારે હોવાની સ્થિતીમાં સોફ્ટવેર ડ્રાઇવરને ગતિ અંકુશમાં કરવા માટે કામ કરશે. ટેકનોલોજીથી વાહનો સંપૂર્ણરીતે સજ્જ રહેશે.

વાહનોમાં આશરે ૩૦ જેટલી નવી ટેકનોલોજી રહેનાર છે. જે નિયમો સાથે વાહનો ચલાવવા માટે ચાલકોને ફરજ પાડશે. સિસ્ટમ એ બાબતની પણ માહિતી મેળવનાર છે કે ચાલક એકાગ્રતા ગુમાવી રહ્યો છે કે પછી તેને ઉંઘ આવી રહી છે. આવી Âસ્થતી દેખાશે તો ગાડી જાતે જ બંધ થઇ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.