આટલી કિંમતમાં રેલવેમાં થઈ શકશે સમગ્ર દક્ષિણ ભારતના તિર્થસ્થળોના દર્શન

પેેકેજ ટ્રેનમાં રામેશ્વર, મદુરાઈ, કન્યાકુમારી, તિરૂપતિ સ્થળનો સમાવેશ: ચા-નાસ્તો, લંચ-ડિનર સહિતની સુવિધા-આ ટ્રેનમાં મુસાફરો સાબરમતી, કલ્યાણ, અને પુણે સ્ટેશનથી પણ બેસી શકશે.
અમદાવાદ: ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) રીજીનલ ઓફિસ અમદાવાદ, સ્વદેશ દર્શન સ્પેશ્યલ ટ્રેન દ્વારા સાઉથ ઇન્ડિયા ડિવાઇન ટૂર રાજકોટથી રવાના થશે.
આ ટ્રેનમાં મુસાફરો સાબરમતી, કલ્યાણ, અને પુણે સ્ટેશનથી પણ બેસી શકશે. IRCTCના પશ્ચિમ ઝોનના ગ્રુપ જનરલ મેનેજર રાહુલ હિમાલિયનએ જણાવ્યુંં હતું કે 20 નવેમ્બર 2022ના રોજ દક્ષિણ દર્શન ટૂરમાં મુસાફરોને રામેશ્વરમ, મદુરાઇ, કન્યાકુમારી, તિરૂપતિ માટે લઈ જવામાં આવશે.
આ પેકેજ માં ટ્રેન ટિકિટ, ભોજન (ચા-નાસ્તો, લંચ અને ડિનર), માર્ગ પરિવહન માટે બસની વ્યવસ્થા, ધર્મશાળા આવાસ/રૂમની સુવિધા ટૂર એસ્કોર્ટ, કોચ સિક્યુરિટી ગાર્ડની સુવિધા, હાઉસકીપિંગ અને જાહેરાતની સુવિધા માહિતી માટે ઉપલબ્ધ હશે. આ પ્રવાસી ટ્રેન રાજકોટથી નીકળી રાજકોટ પરત ફરશે.
વધુ માહિતી માટે www.irctctourism.com પર લોગ ઇન કરો અથવા 079-26582675, 8287931718, 9321901857, 9321901849, 9321901851, 9321901852 પર સંપર્ક કરો. આ સિવાય મુસાફરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ IRCTC ઓફિસમાંથી અને અધિકૃત એજન્ટો પાસેથી પણ બુક કરાવી શકે છે.
સાઉથ ઇન્ડિયા ડિવાઇન ટ્રેન તા.20.11.22 થી તા.28.11.22 રામેશ્વરમ, મદુરાઇ, કન્યાકુમારી, તિરૂપતિ RS.13,900/- Budget Class (SL),Rs.15,300/- Sstandard Class (SL) Rs.23,800/- Ccomfort Class (3A) રહેશે. કોવિડ પ્રોટોકોલને પગલે IRCTCના પશ્ચિમ ઝોનના ગ્રુપ જનરલ મેનેજર રાહુલ હિમાલિયનએ જણાવ્યું હતું કે,
મુસાફરોએ કેન્દ્ર સરકારના રસીકરણ કાર્યક્રમમાં ભાગ લેવો જોઈએ અને વહેલી તકે રસીકરણ કરાવવું જોઈએ અને કોવિડ થી સુરક્ષિત રહેવું જોઈએ. આયાત્રા તમામ કોવિડ નિયમોને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવી રહી છે.મુસાફરોની સલામતી માટે, તમામ મુસાફરોની ટ્રેન દ્વારા મુસાફરી શરૂ કરતા પહેલા થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવશે,
ટ્રેનમાં પ્રાથમિક સારવારની વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે અને જરૂર પડશે તો રેલ વેડોક્ટરની પણ માંગણી મુજબ નજીક નાસ્ટેશન પર વ્યવસ્થા કરવામાં આવશે. જો કોઈ મુસાફર અસ્વસ્થ બને છે, તો એક અલગ કોચની પણ વ્યવસ્થા રહેશે. અને મુસાફરી દરમિયાન વેકસિનેશન ફરજિયાત છે.