મયુર વાકાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્કલ્પચર બનાવ્યું

મુંબઈ, જાણીતા ટીવી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી ઘરે ઘરે જાણીતા થયેલા સુંદર મામા એટલે કે ગુજરાતી એક્ટર મયુર વાકાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શિલ્પકૃતિ (સ્કલ્પચર) બનાવી છે. ગુજરાતની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે મયુર વાકાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુંદર શિલ્પકૃતિ બનાવી છે અને તેના ફોટોગ્રાફ્સ પણ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
આ સાથે જ મયુર વાકાણીએ લખ્યું કે પીએમ સાથે સેલ્ફી. આ ફોટોગ્રાફ્સમાં મયુર વાકાણી અને તેની ટીમ પીએમ મોદીની શિલ્પકૃતિને ફાઈનલ ટચ આપતી જાેવા મળી રહી છે.
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે દયાભાભીનું પાત્ર ભજવવા માટે દિશા જે અવાજ કાઢતી હતી તેના કારણે તેને ગળાનું કેન્સર થયું છે. જાેકે, દિશાને કેન્સર હોવાની વાતમાં દમ નથી. આ બાબતની પુષ્ટિ દિશા વાકાણીના ભાઈ અને સીરિયલમાં સુંદરનો રોલ કરતાં એક્ટર મયૂર વાકાણીએ કરી છે.
મયૂર વાકાણીનો સંપર્ક કરતાં તેણે કહ્યું, આવી કેટલીય અફવાઓ આવતી રહે છે અને તેમાં જરા પણ તથ્ય નથી. દિશા એકદમ સ્વસ્થ છે અને આ અહેવાલો અફવા માત્ર જ છે. દરરોજ અમને દિશા અંગે કેટલીય પાયાવિહોણી અફવાઓ સાંભળવા મળે છે અને ફેન્સે તેના પર ભરોસો ના કરવો જાેઈએ.
ઉલ્લેખનીય છે કે, સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શરૂ થઈ ત્યારથી દિશા વાકાણી દયાબેનના રોલમાં જાેવા મળતી હતી. અવાજ અને એક્ટિંગના કારણે દિશાએ પાત્રને ખૂબ લોકપ્રિયતા અપાવી હતી. ૨૦૧૭માં દિશા મેટરનિટી લીવ પર ગઈ હતી.
ત્યારથી તે શોમાં પાછી ફરી નથી. છેલ્લા ૨-૩ વર્ષથી દિશાના કમબેકના અહેવાલો મીડિયામાં આવતા રહે છે પરંતુ તેણે તેના પર પ્રતિક્રિયા આપી નથી. એવામાં હવે ચર્ચા છે કે, શોના મેકર્સ દયાભાભીના પાત્રને પાછું લાવવા માટે મક્કમ છે.SS1MS