ભારત જાેડો યાત્રાનો લાભ ખાંટવા રાહુલ ગુજરાતમાં પ્રચાર કરશે

નવી દિલ્હી, ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આમાં સામેલ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ પણ ચર્ચામાં છે. જાે કે હિમાચલ પ્રદેશ ચૂંટણીની યાદીમાં પણ તેમનું નામ હતું પરંતુ તેઓ પ્રચાર માટે પહોંચી શક્યા નહોતા. હવે તેઓ પાર્ટીના પ્રચાર માટે ગુજરાત આવશે તેવા અહેવાલ છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે ‘ભારત જાેડો યાત્રા’ની વચ્ચે વાયનાડના સાંસદ ગુજરાત શા માટે આવશે? રાહુલ ગાંધીના ગુજરાતમાં પ્રચાર પાછળ આ ૬ કારણો જવાબદારના હોઈ શકે.
મળતી માહિતી પ્રમાણે, રાહુલ અને તેમના સલાહકારોને લાગે છે કે ભારત જાેડો યાત્રાની અસર પાર્ટીના પ્રદર્શનને વધુ વેગ આપી શકે છે. વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં રાહુલે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણી સાથે રેલીઓ કરી હતી અને પાર્ટીએ સારૂ પ્રદર્શન કર્યું હતું. જાે કે આ વખતે નેતા હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર ભાજપસાથે જાેડાઈ ગયા હોવાથી ‘ભારત જાેડો’ યાત્રાની અસર કોંગ્રેસની મદદ કરી શકે છે.
સામાન્ય રીતે ગુજરાતની ચૂંટણી ભાજપઅને કોંગ્રેસ વચ્ચે જ રહી છે પરંતુ આ વખતે આપની એન્ટ્રીથી રાજકીય જંગ ત્રિકોણીય સ્વરૂપ લેતો જાેવા મળી રહ્યો છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ નેતૃત્વનું માનવું છે કે આપરાજ્યમાં ગતિ મેળવી રહી છે. આપવર્તમાન રાજકીય પરિદ્રશ્યમાં કોંગ્રેસ માટે સૌથી મોટો ખતરો બની રહી છે અને પાર્ટીને સમજાઈ ગયું છે કે અત્યારે આપનો મુકાબલો નહી કરી શકીએ તો પછી ક્યારેય કરી નહીં શકીએ અને રાહુલ ગાંધી આપનો મુકાબલો કરી શકે છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨માં અહેમદ પટેલ વિના મેદાનમાં છે. અહેમદ પટેલનુ કોરોના વાયરસના કારણે અવસાન થયું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ પટેલ દ્વારા બનાવવામાં આવતી વ્યુહરચાનાઓના અભાવનો સામનો કરી રહી છે. જાે કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે રાજ્યમાં પાર્ટીનો મોરચો સંભાળી લીધો છે. જાણકારોનું માનવું છે કે આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસનો સારો પ્રભાવ છે. આવામાં પાર્ટી પોતાના ગઢ ગુમાવવા માંગતી નથી.
તેથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતરવાની વિનંતી કરવામાં આવી છે. ગુજરાત વડા પ્રધાન મોદીનું ગૃહ રાજ્ય છે. હવે રાહુલ ગાંધી લાંબા સમયથી પીએમપર સતત નિશાનો તાકતા રહ્યા છે. આ બાજુ પીએમમોદી પોતે ભાજપને સતત ૭મી વખત જીતાડવા માટે મેદાનમાં છે. આવામાં એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં રાહુલ ગાંધીની ગેરહાજરીથી ખોટો સંદેશ જશે.
મળતી માહિતી મુજબ, રાહુલ અને તેમના સલાહકારોને લાગે છે કે યાત્રાની વચ્ચે ભાજપના ગઢમાં જઈને પ્રચાર કરવાથી એવો સંદેશ જશે કે તેઓ પીએમમોદીને ટક્કર આપવા માટે તૈયાર છે. જાે કે તેમની સામે ૨ પડાકારો હશે. પ્રથમ, કોંગ્રેસ માટે સારી જીત સુનિશ્ચિત કરવી. બીજુ, આપને આગળ વધવાથી રોકવી.